વિરપુર પાસે છકડો અને બાઈક વચ્ચે અકસ્માત થતાં બાઈક સવારનું મોત
OBC દાખલો મેળવી પરત ફરી રહેલા યુવાનને કાળ ભરખી ગયો….
તે દરમિયાન વિરપુર લીમડીયા રોડ પર ઝમજર માતાના મંદિર પાસે લીમડીયા રોડ પરથી આવી રહેલી પીયાગો રીક્ષા. GJ7 VW 7733 પુરપાટ ઝડપે દોડી આવતી રીક્ષાએ સામેથી મોટરસાયકલ પર આવી રહેલ બે યુવાનોને ધડાકા સાથે અથડાતા મોટરસાયકલ પર બેઠેલા બંને યુવાનો ઉછળી અને રસ્તા પર પટકાયા હતા
રવી નાથાભાઈ પટેલ ના યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સ્થળ પર જ કરૂણ મોત નિપજયું હતું અને મોટરસાયકલની પાછળ બેઠેલ યુવાન ધર્મેન્દ્રભાઈને માથાના ભાગે ઈજાઓ થતાં સારવાર અર્થે દવાખાનામાં મોકલી આપ્યો હતો જ્યારે પીઆગો રીક્ષા ચાલક નાશી છુટવામાં સફળ રહ્યો હતો આ ઘટનાની જાણ વિરપુર પોલીસ સ્ટેશને મળતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો પીઆગો રીક્ષા ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.