અરવલ્લીમાં ચોમાસા પૂર્વે ૨.૭૦ લાખથી વધુ પશુઓનું રસીકરણ કરાયું

સાકરિયા: અરવલ્લીમાં પશુપાલન એ પૂર્ણ સમયના વ્યવસાય તરીકે વિકાસ પામ્યો છે ત્યારે પશુઓની સાર-સંભાળની સાથે તેના સમયાંતરે રસીકરણ કરી તેમના આરોગ્યની માવજત પશુપાલકો દ્વારા કરવામાં આવી રહી છે.
અરવલ્લી જિલ્લામાં ખેતીની સાથે પશુપાલનનો વ્યયસાયનો પણ વિકાસ થઇ રહ્યો છે અને પશુપાલન થકી જ આર્થિક ઉપાર્જન કરી રહ્યા છે. પશુપાલકોની આવકમાં વધારો કરવા પશુઓ સ્વસ્થ્ય હોવા જરૂરી છે. જેને લઇ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પશુરોગચાળા નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત (NADCP) પશુઓને રોગચાળાથી બચાવવા તેમની આવકના મુખ્ય સ્ત્રોત સમાન પશુઓને ચોમાસા સિઝન પૂર્વે રોગચાળાથી બચાવવા ખરવા-મોવાસા રોગને નાબૂદ કરવા સઘન રસીકરણ હાથ ધરાયું છે જેમાં અરવલ્લીના ૨,૭૩,૦૧૫ પશુઓને સધન રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.