Western Times News

Gujarati News

લતીફના પુત્ર મુસ્તાકનું હાર્ટ એટેકથી મુત્યુ થયું

અમદાવાદ, અમદાવાદના ડોન લતીફના મોટા પુત્ર મુસ્તાક અબ્દુલ લતીફ શેખનું મંગળવારે સવારે મૃત્યુ થયું છે. મુસ્તાકને હાર્ટ એટેક આવ્યો હતો. મુસ્તાકની દફનવિધિ સાંજે ૫ કરવામાં આવી હતી.એક સમયે મુસ્તાક આરએસએસના લધુમતી સેલના ગુજરાતનો કન્વીનર હતો પરંતુ બાદમાં સમય ન આપી શકાતા આરએસએસનું લધુમતી સેલ છોડ્યું હતું.

નોંધનીય છેકે, અબ્દુલ લતીફ શેખની પોલીસે દીલ્હીથી ધરપકડ કરી ત્યારે રાડો ઘડિયાળ અને લાકો રૃપિયાની વીટી સહિતનો મુદ્‌દામાલ કબજે લીધો હતો. જે લતીફના એન્કાઉન્ટર બાદ કોર્ટમાંથી છોડાવવા ગયો ત્યારે ગાયબ હોવાનું બહાર આવ્યુ હતુ. મુસ્તાક શેખે શહેરમાં બિલ્ડીંગ કન્ટ્રકશનમાં ઝપલાવ્યુ હતુ.

પરંતુ તેમાં ફાવટ આવી નહોતી. શાહરુખખાનની ફિલ્મ ‘રઇર્સને લઇને તેણે વિવાદ કર્યો હતો. પિતા અબ્દુલ લતીફના જીવનપર આ ફિલ્મ બની હોવાનો આરોપ મુસ્તાકે કર્યો હતો રઇશ ફિલ્મને લઇને ચાલી રહેલા વિવાદ દરમિયાન બીજી તરફ મુસ્તાકે એવુ પણ જણાવ્યુ હતુ કે તે આરએસએશ સંસ્થા સાથે પણ જાડાયેલો હતો. તેના મિત્રો આરએસએસ લધુમતી સેલમાં હતા અને જેથી તે તેનાથી પ્રભાવિત થયો અને તેમા જોડાયો હતો.પરંતુ તે સમય ન આપી શકતા તેણે આરએસએસ લધુમતી છોડી દીધુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.