લાખો રૂપિયાના ખર્ચે ફળવાયેલ અંતિમ યાત્રા રથની ગાડી શોભાના ગાંઠિયા સમાન

ભારતસિંહ પરમારની ૨૦૧૩-૧૪ ની ગ્રાન્ટ માંથી ફાળવેલી અંતિમ યાત્રા રથ સેવાભાવી સંસ્થા માટે કમાણી નું સાધન : સિવિલ હોસ્પીટલ માં મૃતદેહો રીક્ષા માં લઈ જવાની પડી રહી છે ફરજ.
સરકારી ગ્રાન્ટ માંથી ફાળવેલી અંતિમ યાત્રા રથ સિવિલ હોસ્પીટલ ને શું ફાળવી ન શકાય?
(વિરલ રાણા દ્વારા) ભરૂચ:ભારતસિંહ પરમાર ની ૨૦૧૩-૧૪ ની સરકારી ગ્રાન્ટ માંથી ભરૂચ ની રોટરી ક્લબ ને અર્પણ કરેલી લાખો રૂપિયા ની અંતિમ યાત્રા રથ ની ફાળવણી બાદ આ ગાડી સીટી સર્વે નજીક પડી રહી છે અને આ ગાડી નો ઉપયોગ ધનિષ્ઠો કરી રહ્યા છે.જયારે ગરીબ અને મધ્યમવર્ગ ના મૃતદેહ માટે એમ્બ્યુલન્સ નો અભાવ જોવા મળી રહ્યો છે.ત્યારે આવા મૃતદેહો ને રીક્ષા માં લઈ જવાની ફરજ પડે છે.ત્યારે સરકાર ની ગ્રાન્ટ માંથી ફાળવેલી ગાડીઓ નો ઉપયોગ સિવિલ સત્તાધીશો ન કરી શકે તેવા સવાલો ઉભા થયા છે.
૧૫ મી જુલાઈ ના રોજ ભરૂચ સિવિલ હોસ્પીટલ માં અંકલેશ્વર ના એક વ્યક્તિ નું શંકાસ્પદ મોત નીપજ્યું હતું અને આ મૃતદેહ એમ્બ્યુલન્સ ના અભાવે રઝળતો રહ્યો.કલાકો સુધી એમ્બ્યુલન્સ ન મળતા આખરે મૃતક ના પરિવારજનો એ મૃતદેહ ને પીપીઈ કીટ પહેરાવી રીક્ષામાં લઈ જવાની ફરજ પડી હતી. ત્યારે સરકાર ની ગ્રાન્ટો માંથી ફળવાયેલી એમ્બ્યુલન્સો અને અંતિમ યાત્રા રથ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે.
ત્યારે શું આ અંતિમ યાત્રા રથ ભરૂચ સિવિલ હોસ્પીટલ ને આપી ન શકાય?સરકારી ગ્રાન્ટ માંથી ફળવાયેલી અંતિમ યાત્રા રથ નું ભાડું રૂપિયા ૫૦૦ સેવાભાવી સંસ્થા કઈ રીતે વસુલી શકે?કેમ નેતાઓ પોતાની ગ્રાન્ટ માંથી સ્મશાન સંચાલકો ને એમ્બ્યુલન્સ કે અંતિમ યાત્રા રથ માટે રૂપિયા ની ફાળવણી કેમ નથી કરી શકતા?મોત નો મલાજો જળવાઈ તે માનવતા ની દ્રષ્ટિ એ તંત્ર અને નેતાઓ ની જવાબદારી છે.