Western Times News

Gujarati News

ભરૂચ નગર પાલિકા દ્વારા કોરોનાગ્રસ્ત મૃતદેહ માટે અલગ એમ્બ્યુલન્સની ફાળવણી

સ્વયંસેવકો ની ટીમ મૃતદેહ ને અંતિમસ્થાને લઈ અંતિમક્રિયા પણ કરશે.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: કોરોનાની મહામારીના સંક્રમણ વચ્ચે ભરૂચ નગર પાલિકા દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીના મૃતદેહને લઈ જવા માટે એમ્બ્યુલન્સ ની ફાળવણી એક પાંચ સભ્યો ની ટીમ સાથે કરવામાં આવી છે.જે અંતિમક્રિયા પણ સંપન્ન કરશે.

કોરોનાના સંક્રમણ ના કપરા સમય માં કોરોનાનો ભોગ બનનાર વ્યક્તિના મૃત્યુ બાદ તેના પરિવાજનો પણ મો ફેરવી રહ્યા હોવાના કિસ્સા બહાર આવી રહ્યા છે.આવા સંજોગો વચ્ચે ભરૂચ નગર પાલિકા દ્વારા સરાહનીય પહેલ કરી કોરોના સંક્રમિત વ્યક્તિના મૃતદેહને લઈ જવા સાથે અંતિમક્રિયા સુધીની કામગીરી માટે એક અલગ એમ્બ્યુલન્સ સાથે પાંચ સ્વયં સેવકોની પી.પી.ઈ કીટ અને માસ્ક સહિત સુરક્ષાના તમામ જરૂરી સાધનો થી સજ્જ ટીમની  રચના કરવામાં આવી છે

આજના સમય માં આશીર્વાદરૂપ આ સુવિધાનો પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.     પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે કોરોના સંક્રમિત અથવા શંકાસ્પદ મૃતદેહ અંગે પાલિકાના 02642-220151 તેમજ મોબાઈલ નંબર 9574007048 ઉપર

ફોન કરવામાં આવતા જ એમ્બ્યુલન્સ પહોંચી જશે અને એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને હોસ્પીટલ થી લઈ અંતિમ સ્થાને લઈ જઈ જાતે જ અંતિમ ક્રિયા પણ કરશે.જે માટે સવાર ના ૭ થી સાંજ ના ૭ સુધી કાર્યરત રહેશે.જે લોકો મુશ્કેલી માં મુકાયા હોય તે લોકો માટે પાલિકા મદદરૂપ બનશે.

ભરૂચ માં હાલમાં કોરોના ના દર્દીઓ ના મૃત્યુ બાદ અંતિમ વિધિ ના કેટલાક કિસ્સા માં માનવતા ને પણ શર્મશાર કરતા બનાવો બન્યા હતા.ત્યારે પાલિકા ની આ પહેલ જરૂર  સરાહનીય છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.