કોરોનાએ ધોનીના કેરિયર બરબાદ કરી દીધું: યુઝવેન્દ્ર
મુંબઇ, મહેન્દ્રસિંહ ધોનીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસના નિર્ણયથી તેના ફ્રેન્સ નારાજ છે તેમનું માનવુ છે કે ધોની હજુ ઘણુ ભારતીય ટીમને આપી શકતો હતો આ વચ્ચે લેગ સ્પિનર યુઝવેન્દ્ર સિંહ ચહલે ચોંકાવનારૂ નિવેદન આપ્યું હતું.
યુઝવેન્દ્ર ચહેલે કહ્યું હતું કે કોરોનાએ ધોનીની કારકિર્દી ખતમ કરી દીધી છે નહીં તો તે ટી વિશ્વકપમાં રમી શકયો હોત મારા અને કુલદીપ યાદવના કેરિયરમાં ધોનીએ ઘણી મદદ કરી છે તેમણે અમને મોટાભાઇની જેમ બધુ જ ઉંડાણપૂર્વક જણાવ્યું છે જાે કોઇ ભુલ થતી હતી તો તે અમને સમજાવતા હતાં તેમના વિકેટ પાછળ ઉભા રહેવાથી અમને બંન્નેને ઘણો ફાયદો થયો ચહલે એક ટીવી કાર્યક્રમ દરમિયાન કહ્યું હતુંકે તે હજુ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શકે છે અને હું ઇચ્છું છુ કે તે હજુ પણ રમે ભારતીય સ્પિનરે કહ્યું કે જયારે પણ ધોની મેદાન પર રહેતો હતો તો મારૂ ૫૦ ટકા કામ થઇ જતુ હતું તેણે કહ્યું કે ધોની અગાઉથી જાણતો હતો કે પિચ કેવી હશે અને તેનાથી અમને મદદ મળતી હતી જાે તે નથી તો પિચને સમજવામાં અમને બે ઓવર થઇ જાય છે.
જયારે બીસીસીઆઇના પૂર્વ અધ્યક્ષ એન શ્રીનિવાસે કહ્યું કે બે વખતના વિશ્વકપ વિજેતા કેપ્ટન ધોની માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સિધ્ધતિ મેળવવા માટે કંઇ બાકી રહ્યું નહોતુ શ્રીનિવાસને એમ પણ કહ્યું કે ધોનીની નિવૃત્તિથી એક યુગનો અંત આવ્યો છે તે ટીમના ખેલાડીઓને પ્રેરણા આપતો રહ્યો હતો.