બેરોજગારી અને અર્થવ્યવસ્થાના સર્વનાશનું સત્ય દેશથી છુપાવી શકાય નહીં: રાહુલ
નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને ભાજપની વિરૂધ્ધ આક્રમણ વલણ અપનાવ્યું છે રાહુલ ટ્વીટ દ્વારા કેન્દ્ર સરકારની નીતિઓને નિશાન બનાવીરહ્યાં છે અને સરકારની નિષ્ફળતાઓને ગણાવી રહ્યાં છે
કોંગ્રેસ નેતાએ આજે દેશમાં ઝડપથી વધી રહેલ બેરોજગારીને લઇ ટ્વીટ કર્યું અને લખ્યું કે ફેસબુક પર ખોટા અહેવાલો અને નફરત ફેલાવવાથી બેરોજગારી અને અર્થવ્યવસ્થાના સર્વનાશની હકીકત ચુંટઆવી શકાય નહીં રાહુલે પોતાના ટ્વીટમાં લખ્યું ગત ચાર મહીનામાં લગભગ ૨ કરોડ લોકોએ નોકરીઓ ગુમાવી ૨ કરોડ પરિવારોનું ભવિષ્ય અંધકારમાં છે ફેસબુક પર ખોટી માહિતી અને નફરત ફેલાવવાથી બેરોજગારી અને અર્થવ્યવસ્થાના સર્વનાશનું સત્ય દેશથી છુપાઇ શકે નહીં.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે પોતાના ટ્વીટની સાથે એક અહેવાલ પણ એટેચ કર્યો હતો જેમાં એપ્રિલ ૨૦૨૦થી અત્યાર સુધી ૧.૮૯ કરોડની નોકરીઓ જવાનો દાવો કરવામાં આવ્યો છે
રાહુલ આ પહેલા ભારત ચીન સીમા વિવાદ કોરોના મહામારીનો સામનો કરવામાં સરકારની કહેવાતી નિષ્ફળતા અને વડાપ્રધાન કેયર્સ ફંડ જેવા મુદ્દા પર સરકાર પર હુમલો કરી ચુકયા છે ૧૬ ઓગષ્ટે જ સીમા વિવાદ મામલામાં રાહુલે ટ્વીટ કર્યું હતું વડાપ્રધાન સિવાય દરેક કોઇ ભારતીય સેનાની ક્ષમતા અને વીરતામાં વિશ્વાસ ધરાવે છે જેની કાયરતાએ ચીનને આપણી જમીન લેવાની મંજુરી આપી જેમના જુઠથી એ સુનિશ્ચિત થશે કે તે તેને બનાવી રાખશે.
૧૪ ઓગષ્ટે એક અન્ય ટ્વીટમાં પણ તેમણે ચીન વિવાદને લઇ સરકારને નિશાન પર લીધી હતી તેમણે લખ્યું હતું કે કેન્દ્ર સરકાર લદ્દાખમાં ચીની ઇરાદાનો સામનો કરવામાં ડરી રહી છે ગ્રાઉન્ડથી મળેલ પુરાવા એ ઇશારો કરે છે કે ચીન ખુદને તૈયાર કરી રહ્યું છે પોઝીશન બનાવી રહ્યું છે. વડાપ્રધાનમાં ખાનગી સાહસની કમી અને મીડિયામાં આ મુદ્દા પર ચુપકદીને કારણે ભારતને મોટી કીંમત ચુકવવી પડશે.HS