Western Times News

Gujarati News

ગણેશ મહોત્સવને લઈ માટે મૂર્તિકારો વ્યસ્ત

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: જંબુસર શહેરમાં માટીની શ્રીજીની પ્રતિમાનું આગમન થઈ ચૂક્યું છે.કોરોના મહામારી ના પગલે તંત્ર દ્વારા મોટી પ્રતિમાઓનું સ્થાપન પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે અને નગરજેનોએ આ નિર્ણયને વધાવ્યો છે.હાલ કરોના મહામારી ને લઈ તમામ મોટા તહેવારો પર તંત્ર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.જેને લઈ આગામી દિવસોમાં શરૂ થઈ રહેલ ગણેશ મહોત્સવમાં પણ તેની અસર જોવા મળી રહી છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

ભક્તો દ્વારા માટીની નાની પ્રતિમાઓની સ્થાપના કરવાનું નક્કી કરવામાં આવ્યું અને શહેરમાં માટીની શ્રીજીની મૂર્તિઓનું આગમન થઈ ચૂક્યું છે.ત્યારે જંબુસર શહેરના હસ્તી ફળિયા ખાતે રહેતા મૂર્તિકાર અજયભાઈ દ્વારા સાત વર્ષ થી માટીની મંગલ મૂર્તિ બનાવી સ્થાપના કરે છે અને ગણેશ મંડળોની જરૂરિયાત મુજબ માટીની મૂર્તિઓ બનાવતા હતા અને ચાલુ સાલે પણ તંત્રના આદેશ મુજબ દોઢ ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતી માટેની મંગલ મૂર્તિઓનો છેલ્લો ઓપ આપતા નજરે પડ્યા હતા.માટીની મૂર્તિને રંગરોગાન,શણગાર કરતા મૂર્તિ સુંદર દ્રશ્યમાન જોવા મળતી હતી.આમ બાપ્પાની આરાધના અને ગણેશ ઉત્સવની મજા માણીએ સ્વચ્છતા સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખી આવો પર્યાવરણ અને સ્વાસ્થ્યનું જતન કરીએ વિઘ્નહર્તાને પ્રસન્ન કરીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.