અભિનેત્રી કંગના તેજસમાં દમદાર લૂકમાં જોવા મળશે
મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતનો ફિલ્મ તેજસ’માંથી તેનો દમદાર લૂક સામે આવ્યો છે. કંગનાની ટીમે તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર લૂક શેર કર્યો છે. સાથે જ તે વાતની જાણકારી આપી છે, કે આ ફિલ્મનું શૂટિંગ ક્યારથી શરૂ થવાનું છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, તેજસ ડિસેમ્બરમાં ઉડાન ભરશે. આ ફિલ્મનો ભાગ બનીને ગર્વ અનુભવી રહી છું.
આ બહાદુર એરફોર્સ પાયલટ્સને સમર્પિત છે. તેજસ એક સાહસિક અને નિડર ફાઈટર પાયલટની સ્ટોરી છે. ભારતીય વાયુ સેનામાં ૨૦૧૬માં મહિલાઓને લડાકૂ ભૂમિકાઓમાં સામેલ કરનારી દેશની પહેલી રક્ષા સેના હતી. આ ફિલ્મ આ જ ઐતિહાસિક ઘટનાથી પ્રેરિત છે. ફિલ્મને રોની સ્ક્રૂવાલા પ્રોડ્યૂસ કરવાના છે. ફિલ્મ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, તેજસ એક વિસ્તારપૂર્વક જણાવવામાં આવેલી સ્ટોરી છે. જેમાં મને વાયુ સેનાની પાયલટની ભૂમિકા ભજવવાની તક મળી છે. આ એક એવી ફિલ્મ છે
જેનો ભાગ બનીને મને ખુશી થઈ રહી છે. આ વર્દીમાં દરેક બહાદુર પુરુષ અને મહિલાઓને સલામ કરવામાં આવે છે. રોની સાથે કામ કરવા માટે ઉત્સુક છું. આ પહેલા કંગનાએ ફેબ્રુઆરીમાં ફિલ્મનો પહેલો લૂક શેર કર્યો હતો. તે સમયે તેણે જણાવ્યું હતું કે, તે એરફોર્સ પાયલટનો રોલ પ્લે કરવાની છે. કંગનાનું કહેવું છે કે, આ ફિલ્મથી યુવાનોને પ્રેરણા મળશે અને દેશભક્તિનો અર્થ સમજશે. કંગના આ સિવાય ફિલ્મ થલાઈવીમાં પણ જોવા મળશે, જે તમિલનાડુના પૂર્વ સીએમ અને એક્ટ્રેસ રહી ચૂકેલા દિવંગત જયલલિતાની બાયોપિક છે.