નાર્કો ટેસ્ટ થયો તો ઘણાં એક્ટર જેલમાં હશે
મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ એન્ગલ સામે આવ્યા બાદ આ મામલામાં હવે સુશાંત ડેથ મિસ્ટ્રીમાં નવો વળાંક આવ્યો છે. સુશાંત કેસમાં તેની પ્રતિક્રિયા આપવા પર સતત બોલિવૂડમાં નેપોટિઝમની ચર્ચાઓ કરીને સૌ કોઇને ચોકાવી દેતા ખુલાસા કર્યા હતાં અને કંગના સતત ચર્ચામાં રહી છે. હવે તેણે સુશાંત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ બોલિવૂડ પર ફરી એક વખત નિશાન સાધ્યું છે. અને ટિ્વટ કરી ફરી એક મોટું નિવેદન આપ્યું છે કે, જો નારકોટિક્સ ટેસ્ટ થયો તો ઘણાં સિતારાઓ જેલમાં હશે.
કંગના રનૌતએ પોતાનાં બિનદાસ નિવેદન દુનીયાની સામે મુકતી રહેતી હોય છે. સુશાંત કેસમાં ડ્રગ એન્ગલ સામે આવ્યાં બાદ કંગનાએ ટિ્વટ કરી જેમાં તેણે પીએમઓ ટેગ કરતાં લખ્યુ છે કે, જો નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો બોલિવૂડમાં આવી ગયુ તો ઘણાં એ લિસ્ટેડ જેલમાં પહોંચી જશે. જો બ્લડ ટેસ્ટ થયો તો ઘણાં મોટા ખુલાસા થશે. આશા કરુ છુ કે, સ્વચ્છ ભારત મિશન હેઠળ બોલિવૂડની આ ગટરને પણ સાફ કરવામાં આવે.
કંગનાએ આ ટિ્વટ દ્વારા ફક્ત એ લિસ્ટેડ કહીને બોલિવૂડનાં મોટા સ્ટાર્સને નિશાને તાક્યા છે. કંગનાની આ ટિ્વટ પર સુશાંતનાં ફેન્સ પણ ઘણી કમેન્ટ્સ કરી રહ્યાં છે. આપને જણાવી દઇએ કે, કંગનાએ આ પહેલાં કેટલીક ટિ્વટ કરીને ખુલાસો કર્યો હતો કે, જ્યારે હું નાબાલિક હતી ત્યારે મારા મેન્ટર એટલા ખતરનાક બની ગયા હતાં કે, તે મારી ડ્રિન્કમાં ડ્રગ્સ મેળવીને મને આપતા હતાં જેથી હું પોલીસ પાસે ન જઇ શકું. જ્યારે હું સફળ થઇ અને ફેમસ ફિલ્મ પાર્ટીઝમાં જવા લાગી તો મને તે સમય બોલિવૂડની ભયાનક દુનીયા, ડ્રગ્સ, અય્યાશી અને માફિયા જેવી વાતોનો સામનો થયો. કંગનાએ આ મામલે નારકોટિક્સ વિભાગની મદદ કરવાની પણ વાત કરતાં સેન્ટ્રલ ગવર્નમેન્ટ પાસે સુરક્ષાની મદદ પણ માંગી છે.