Western Times News

Gujarati News

અનલોક-4ઃ દેશભરમાં શાળા-કોલેજો બંધ રહેશે

કેન્દ્રના ગૃહ વિભાગે અનલોક-૪ ની જાહેર કરેલી ગાઈડલાઈનઃ સિનેમા ગૃહ અને સ્વીમીંગ પુલો સંપુર્ણ બંધઃ તા.૭મી સપ્ટેમ્બરથી મેટ્રો ટ્રેન શરૂ કરવાની મંજુરીઃ તા.ર૧મી સપ્ટેમ્બર બાદ સામાજીક અને રાજકીય પ્રસંગોમાં ૧૦૦ વ્યક્તિઓને એકત્ર થવાની મંજુરીઃ રાજય સરકારો લોકડાઉનો નિર્ણય જાતે નહી લઈ શકે

નવી દિલ્હી, દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસના પગલે કેન્દ્ર સરકારે સૌ પ્રથમ લોક ડાઉન જાહેર કર્યાં બાદ હાલમાં અનલોકનો અમલ થઈ રહયો છે. અનલોક-૩ ની મુદ્‌ત પુરી થઈ રહી છે ત્યારે આજે કેન્દ્રના ગૃહ વિભાગ દ્વારા અનલોક-૪ ની ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે અને તે મુજબ દેશભરમાં શાળા-કોલેજાે હજુ પણ બંધ રહેશે. આ ઉપરાંત સિનેમા ગૃહો અને સ્વીમીંગ પુલો પણ ખોલી શકાશે નહી. તા.ર૧મી સપ્ટેમ્બર પછી સામાજીક કે રાજકીય ફંકશનમાં ૧૦૦ નાગરિકોને સોશ્યલ ડીસ્ટન્સ તથા માસ્ક સહિતની ગાઈડલાઈન સાથે એકત્ર થવાની છુટ આપવામાં આવી છે. આ ઉપરાંત ૭ સપ્ટેમ્બરથી શરતો સાથે દેશભરમાં મેટ્રો ટ્રેન શરૂ કરવાની મંજુરી આપવામાં આવી છે.

દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસના પગલે કેન્દ્ર સરકાર દ્વારા એક પછી એક મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવી રહયા છે સૌ પ્રથમ કોરોના વાયરસની સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન જાહેર કર્યું હતું અને તેમાં વધારો કરવામાં આવ્યો હતો. લોકડાઉન બાદ દેશભરમાં અનલોક-૧ની જાહેરાત કરવામાં આવી હતી જાેકે અનલોક-૧ માં જીવન જરૂરી અને આવશ્યક સેવાઓ શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ ધીમે ધીમે અનલોક-ર માં વધુ છુટછાટો આપવામાં આવી હતી. અનલોક-૩ માં રાત્રિ કફર્યુ હટાવી દઈ વ્યાપક પ્રમાણમાં છુટછાટો આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે અનલોક-૩ માં કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન રાખી કોરોના વાયરસ ન ફેલાય તેવા સ્થળો પર વિશેષ તકેદારી રાખી હતી. અનલોક-૩ની અવધિ પૂર્ણ થવા આવી છે ત્યારે કેન્દ્રના ગૃહ વિભાગે આજે અનલોક-૪ ની ગાઈડલાઈન જાહેર કરી છે. સૌ પ્રથમ શાળા અને કોલેજાે વિશે અનેક અટકળો ચાલતી હતી અનલોક-૪ માં પણ શાળા-કોલેજાે બંધ જ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

જાેકે ધો.૯ થી ૧ર ના વિદ્યાર્થીઓને ર૧મી સપ્ટેમ્બર પછી શાળાએ જવુ હોય તો સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા ઉપરાંત માસ્ક સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે અને આ માટે વાલીઓ અને શાળા સંચાલકોએ વિશેષ ધ્યાન રાખવાનું રહેશે. સાથે સાથે શાળાએ જવું ફરજીયાત નથી તેથી અનલોક-૪ માં પણ શાળા-કોલેજાે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.  કેન્દ્રના ગૃહ વિભાગ દ્વારા અનલોક-૪ માં તા.૭મી સપ્ટેમ્બરથી દેશભરમાં મેટ્રો ટ્રેન શરૂ કરવાની મંજુરી આપવામાં આવી છે પરંતુ મેટ્રો ટ્રેનોમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

અનલોક-૪ માં સિનેમા ગૃહો અને સ્વીમીંગ પુલો ખોલવાની મંજુરી આપવામાં આવી નથી આ બંને સ્થળોએ કોરોના વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે તેથી તેને ખોલવાની મંજુરી આપવામાં આવી નથી. દેશભરમાં અનલોક-૪નો અમલ કરવામાં આવશે. આ ઉપરાંત સૌથી વધુ મહત્વપૂર્ણ બાબત એ છે કે કેન્દ્ર સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનનો દેશભરમાં અમલ થશે અને હવે પછી કોઈ પણ રાજય પોતાની જાતે લોકડાઉનનો નિર્ણય લઈ શકશે નહીં આ અંગે નિર્ણય લેતા પહેલા કેન્દ્રના ગૃહ વિભાગની મંજુરી લેવી પડશે. કેન્દ્ર સરકાર મંજુરી આપ્યા બાદ જ રાજય સરકારો નિર્ણય લઈ શકશે. અનલોક-૪ માં હવેથી એક રાજયમાંથી બીજા રાજયમાં જવા માટે પણ મંજુરી લેવી નહીં પડે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે તા.ર૧મી સપ્ટેમ્બર પછી દેશમાં રાજકીય, ધાર્મિક અને સામાજીક પ્રસંગોમાં ૧૦૦ વ્યક્તિઓને એકત્ર થવાની મંજુરી આપવામાં આવશે પરંતુ આ પ્રસંગોમાં સોશ્યલ ડિસ્ટન્સ ઉપરાંત માસ્ક સહિતની ગાઈડ લાઈનનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.