Western Times News

Gujarati News

રાજસ્થાના સોલામાં આડા સંબંધના આરોપમાં મહિલાને નગ્ન કરી જાહેરમાં નવડાવી

Files Photo

સીકરઃ રાજસ્થાનના શેખાવાટી વિસ્તારમાં એક શરમજનક અને ડરામણી ઘટના સામે આવી છે. અહીં ખાપ પંચાયતે તમામ હદો પાર કરી દઈને મહિલા ઉપર પોતાના પરિવારના યુવક સાથે આડા સંબંધોનો આરોપ લગાવીને ઉવાંડા ઊભા થઈ જાય એવી સજા સંભળાવી હતી. આરોપી છે કે ખાપ પંચાયતે મહિલાને નિર્વસ્ત્ર કરીને જાહેર રસ્તા ઉપર સ્નાન કરાવ્યું હતું.

ગત 21 ઓગસ્ટે બનેલી આ ઘટનાને લઈને મંગળવારે સાંસી સમાજે પોલીસ અધિક્ષકને અજાણ્યા આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઉપરાંત કોરાના વાયરસ સમયમાં 400થી વધારે લોકો એકઠાં થતાં તેમની સામે કોરોના ગાઈડલાઈન ભંગ હેઠળ ગુનો નોંધવામાં પણ આવે. અખિલ રાજસ્થાન સાંસી સમાજ સુધારક અને વિકાસ ન્યાયના પ્રદેશ અધ્યક્ષ સવાઈ સિંહ માલાવત તરફથી મંગળવારે સમાજના લોકો સાથે પોલીસ અધિક્ષકને આ સંબંધી અરજી આપી હતી. જેમાં જણાવવામાં આવ્યું છે કે 21 ઓગસ્ટે જિલ્લાના સોલા ગામમાં થઈ હતી. જ્યાં સાંસી સમાજની એક મહિલા અને તેના ભત્રીજાને નગ્ન કરી જાહેરમાં નવડાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.