Western Times News

Gujarati News

પીએમ કેર ફંડની વિગતો જાહેર: પહેલાં પાંચ દિવસમાં 3,076 કરોડ મળ્યા

નવી દિલ્હી, PMOપીએમ કેર ફંડ વિશેની જાણકારી જાહેર કરી છે. જે મુજબ આ ફંડના ગઠન બાદ પહેલાં પાંચ દિવસમાં તેમાં 3076 કરોડ જમા થયાં હતા. કોરોના સંકટની સ્થિતિને પહોંચીવળવા આ ફંડની સ્થાપના 27 માર્ચે 2.25 લાખ રૂપિયાના શરૂઆતી ફંડથી કરવામાં આવી હતી. નાણાંકિય વર્ષ 2019-20 માટે પહેલા ઓડિટ રિપોર્ટથી આ જાણકારી મળી છે. રિપોર્ટ પ્રમાણે આ ફંડમાં દેશના લોકોએ સ્વેચ્છાએ 31 માર્ચ 2020 સુધીમાં એટલે કે પહેલાં પાંચ દિવસમાં 3075.8 કરોડ રૂપિયા આપ્યા હતા. જો કે આ રિપોર્ટ 27 માર્ચથી 31 માર્ચના પાંચ દિવસ માટે છે અને તે બાદની રિપોર્ટ આ નાણાંકિય વર્ષ પૂર્ણ થયાં બાદ એટલે કે એપ્રીલ 2021માં અથવા તે બાદ આવી શકે છે. જો કે તેમાં એ જાણકારી નથી કે ક્યા વ્યક્તિએ કેટલ રકમ આપી છે. કેર ફંડમાં 31 માર્ચ સુધીમાં 39.6 લાખ રૂપિયાનું વિદેશી દાન પણ મળ્યું હતું. એટલું જ નહી પહેલા પાંચ દિવસમાં ઘરેલુ દાનથી 35.3 લાખ રૂપિયા અને વિદેશી દાનથી 575 રૂપિયાનું વ્યાજ પણ મળ્યું હતું. આ રીતે વિદેશી દાન પર સર્વિસ ટેક્સ કાપ્યા બાદ પીએમ કેર ફંડમાં કુલ 3076.6 કરોડ રૂપિયા થયાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.