ડ્રગ્સ કેસમાં આખરે રિયા ચક્રવર્તીની ધરપકડ
નવી મુંબઈ, ફિલ્મ સ્ટાર સુશાંતસિહ કેસમાં ડ્રગ્સનું કનેકશન નીકળતા એનસીબીએ પણ તપાસ શરુ કરી હતી છેલ્લા ત્રણ દિવસથી સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની લબાણ પુર્વકની પુછપરછ બાદ મંગળવારે બપોરે એનસીબીએ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યુ છે અગાઉ NCBએ રિયા ચક્રવતીના ભાઈ પણ ધરપકડ કરી હતી અને ત્યાર બાદ મંગળવારે તેની ધરપકડ કરી લેતા સમગ્ર કેસમાં હવે CBIની કાર્યવાહીની સૌઉ કોઈની નજર મળાયેલી છે.
એન.સી.બી.ના ડેપ્યુટી ડાયરેક્ટર કે.પી.એસ. મલહોત્રાએ જણાવ્યુ હતું કે ત્રણ દિવસથી સતત અમે રીયાની પૂછપરછ કરી રહ્યા હતા. આજે સવારે લગભગ 11 વાગે તે એન.સી.બી.ની ઓફિસે પહોંચી હતી. રવિવારે અને સોમવારે તેની પૂછપરછ કરવામાં આવી હતી. જાણવા મળતી માહિતી પ્રમાણે રીયા ડ્રગ્સ લેતી હતી અને સુશાંત માટે તેણી લાવતી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે તેના ભાઈ પર મની લોન્ડરીંગનો કેસ લાગી ચૂક્યો છે. ઈડી (એન્ફોર્સમેન્ટ ડાયરેકટરેટ) રીયાની પૂછપરછ માટે એન.સી.બી.ની પરવાનગી લેશે અને વધુ પૂછપરછ કરવામાં આવશે.
રિયા ચક્રવર્તીની સીબીઆઇએ કડક પુછપરછ કરી, ધરપકડની ઉલ્ટી ગણતરી શરૂ