લદ્દાખની પાસે ચીને મોટો યુધ્ધાભ્યાસ કર્યો, પરમાણુ બોમ્બરે બોંબ વરસાવ્યા
પશ્ચિમોત્તર ચીનમાં ચાલી રહેલ આ લાઇવ ફાયર ડ્રિરલમાં એક હજાર સૈનિકો ભાગ લઇ રહ્યાં છે
બીજીંગ, લદ્દાખમાં ભારતીય જવાનોના જવાબી એકશનથી નારાજ ચીનની સેના અને વાયુસેનાએ તિબેટના પઠાર પર મોટો યુધ્ધાભ્યાસ શરૂ કર્યો છે.ચીનના પરમાણુ બોંબ ફેંકવામાં સક્ષમ એચ ૬ બમવર્ષક વિમાનોએ તિબેટની ઉચાઇ વાળા વિસ્તારોમાં બોંબ ફેંકવાનો અભ્યાસ કર્યો બીજીબાજુ ચીનની સેનાએ પણ લાઇવ ફાયર ડ્રિલ કર્યું છે આ દરમિયાન ચીની સેનાએ ટૈંકોથી ગોળા વરસાવ્યા અને મિસાઇલો દાગવાનો અભ્યાસ કર્યો.
ચીનની સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે દાવો કર્યો કે આ યુધ્ધ અભ્યાસ હાલમાં જ કરવામાં આવ્યો છે ચીની અખબારે કહ્યું કે પીએલએના સેટ્રલ થિયેટર કમાંડ એયરફોર્સે તાજેતરમાં જ પઠારી વિસ્તારમાં યુધ્ધભ્યાસ કર્યો છે આ અભ્યાસમાં એચ ૬ બબવર્ષક વિમાનોને ટ્રાંસપોર્ટ એયરક્રાફટ વાઇ ૨૦એ ભાગ લીધો ગ્લોબલ ટાઇમ્સે દાવો કર્યો કે ચીની પાયલોટે આટલી ઉંચાઇ બાદ પણ સારૂ પ્રદર્શન કર્યું.
ચીની એચ છના બોમ્બરને લાંબા અંતર પર આવેલ ટારગેટને નિશાન બનાવવા માટે ડિઝાઇન કર્યું છે આ વિમાન પરમાણુ હુમલા કરવામાં પણ સક્ષમ નથી ચીને આ વિમાનને વિશેષ રીતે અમેરિકાના દુઆમ બેસને નિશાન બનાવવા માટે સામેલ કર્યું છે તેની પાછળ મોડલમાં મિસાઇલની ક્ષમતા સીમિત હતી પરંતુ તેને અપગ્રેડ કરી હવે વધુ ઉન્નત બનાવવામાં આવ્યું છે.
ગ્લોબલ ટાઇમ્સે કહ્યું કે ચીની સેના તિબેટ મિલિટ્રી કમાંડને ૪૯૦૦ મીટરની ઉચાઇ પર લાઇવ ફાયર ડ્રિલ કર્યું છે આ દરમિયાન મિસાઇલો સિસ્ટમનું પરીક્ષણ કર્યું છે ગ્લોબલ ટાઇમ્સે આ અભ્યાસનો એક વીડિયો પણ જારી કર્યું છે જેમાં ચીની રેકેટ ફોર્સ રોકેટ દાગી રહી છે આ ઉપરાંત ચીની ટેન્કોએ પણ અભ્યાસમાં ભાગ લીધો હતો અને ગોળા વરસાવ્યા હતાં. પૂર્વી લદ્દાખમાં પોતાની નાપાક હરકતોથી બાજ નહીં આવી રહેલ ચીને હવે ભારતથી લગતી સીમા પર સતત યુધ્ધાભ્યાસ કરી ભારતને ડરાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે ચીને આ પગલું એવા સમય પર ઉઠાવ્યું છે જયારે ભારતીય સૈનિકોએ ડ્રેગનને જાેરદાર ઝટકો આપતા પેંગોંગ ઝીલના દક્ષિણ કિનારા પર આવેલ ઉચાઇ વાળી ચોટી પર કબજાે કરી લીધો છે.
ચીનની સરકારી ટીવી ચેનલ સીજીટીએમ અનુસાર પશ્ચિમોત્તર ચીનમાં ચાલી રહેલ આ લાઇવ ફાયર ડ્રિરલમાં એક હજાર સૈનિકો ભાગ લઇ રહ્યાં છે. આ સૈનિકો ૧૦૦ ગાડીઓથી પહોંચ્યા છે તેને ચીને રેલવે લાઇન દ્વારા લદ્દાખ સીમાની પાસે પહોંચાડ્યા છે આ લાઇવ ફાયર ડ્રિલમાં ચીન તોપો ટેન્કો અને મિસાઇલોનો ઉપયોગ કરી રહ્યાં છે સીજીટીએનના ન્યુઝ પ્રોડયુસર શેન શી વેઇએ તેનો વીડિયો ટ્વીટ કરી લખ્યું મહેરબાની રાહ જાેવા અને જુવો.ચીન આ યુધ્ધાભ્યાસ એવા સમય પર કરી રહ્યું છે જયારે ભારતીય સેનાએ પૈંગેગ વિસ્તારમાં તેને જાેરદાર આંચકો આપ્યો છે.ચીની સૈનિકો પૈંગેગ વિસ્તારમાં ભારતીય સીમાની અંદર ધુસી આવ્યા હતાં જાે કે ભારતીય સૈનિકોએ તેમનો સામનો કરી તેમને પાછા મોકલી દીધા હતાં.HS