Western Times News

Gujarati News

મર્યાદા પુરૂષોતમ શ્રીરામના નામ પર અયોધ્યા એરપોર્ટનું નામ હશે

અયોધ્યા, અયોધ્યા એરપોર્ટનું નામ મર્યાદા પુરૂષોતમ શ્રીરામ પર કરવામાં આવશે જયારે એરપોર્ટ પણ હવે આંતરરાષ્ટ્રીય સ્તરનું હશે યોગી સરકારે નામ બદલવા અને એરપોર્ટનો દાયરો વધારવાની કવાયત શરૂ કરી દીધી છે. એરપોર્ટનું નિર્માણ ડિસેમ્બર ૨૦૨૧ સુધી પુરૂ કરવાની યોજના છે રામ મંદિર બન્યા બાદ અહીં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શ્રધ્ધાળુઓ અને પર્યટકોની સંખ્યામાં ભારે વધારો થશે તેને ધ્યાનમાં રાખી રાજય સરકારે એરપોર્ટના વિસ્તારની યોજના બનાવી છે.

એ યાદ રહે કે એપ્રિલ ૨૦૧૭ સુધી અયોધ્યા એરપોર્ટના વિકાસ બે તબક્કામાં કરવાની યોજના બનાવવામાં આવી હતી તેના માટે ટેકનો ઇકનોમિક સર્વેમાં પહેલા તબક્કામાં એટીઆર ૭૨ વિમાનો માટે વિકસિત કરવામાં આવ્યું તેમાં રન વેની લંબાઇ ૧૬૮૦ મીટર રાખવાની હતી બીજા તબક્કામાં એ ૩૨૧ ૨૦૦ મીટર વિમાનોના સંચાલન માટે એરપોર્ટ વિકસિત થવાનું હતું તેમાં રન વેની લંબાઇ ૨૩૦૦ મીટર પ્રસ્તાવિત હતી બાદમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ એરપોર્ટને બોઇગ ૭૭૭ વિમાનોને યોગ્ય બનાવવા અને તેનું નામ બદલવાની જાહેરાત કરી હતી ત્યારબાદ ભારતીય ઉડયન બોર્ડે ગત વર્ષ પાંચ મેના રોજ ભૌતિક સર્વે કર્યા બાદ સુધારેલો રિપોર્ટ રજુ કર્યો.

સુધારેલા રિપોર્ટ અનુસાર એરપોર્ટના સંચાલન અને સુરક્ષાથી જાેડાયેલ કર્મચારીઓના આવાસીય ક્ષેત્ર માટે આસપાસ ૧૫ એકર ભૂમિની જરૂરત વ્યકત કરી આ રીતે એરપોર્ટ માટે કુલ ૬૦૦ એકર જમીનની આવશ્યકતા રહેશે. અયોધ્યામાં બની રહેલ એરપોર્ટને હાલ આંતરરાષ્ટ્રીય સ્તરનો દરજજાે મળ્યો નથી પરંતુ રાજય સરકાર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના માનકો હેઠળ તૈયાર કરાવી રહી છે જેથી કુશીનગર એરપોર્ટની જેમ તેને પણ વિમાનોના સંચાલન શરૂ થતા પહેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજજાે મળી જાય.

પ્રદેશના નાગરિક ઉડયન વિભાગના નિદેશક સુરેન્દ્રસિંહેે અયોધ્યાના જીલાધિકારીને એરપોર્ટ માટે પહેલા અને બીજા તબક્કા માટે પસંદ કરાયેલ જમીન ગ્રામવાર ગાટાવાર ક્ષેત્રફળ અને મૂલ્યાંકન કરાવી અનુમાનિત રકમનું પ્રસ્તાવ રજડુ કરવાના નિર્દેશ આપ્યા છે તેને આવાસીય વિસ્તાર માટે પણ એરપોર્ટના ત્રણ કિલોમીટરના દાયરામાં જમીન પસંદ કરી તેનો પણ પ્રસ્તાવ રજુ કરવાનો નિર્દેશ આપ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.