સોનુ સૂદની પહેલથી બીમાર વિદ્યાર્થિનીને નવું જીવન મળ્યું
મુંબઈ: સ્વાર્થથી ભરેલી આ દુનિયામાં કેટલાક લોકો એવા પણ છે જેમણે માનવસેવામાં પોતાનું બધું દાવ પર લગાવી દીધું છે. આવા જ લોકોમાંનો એક છે બોલિવૂડ એક્ટર સોનુ સૂદ. કોરોનાકાળમાં અનેક લોકોની મદદ કરનારો સોનુ હજુ પણ સતત સારા કામો કરીર રહ્યો છે. તાજેતરમાં જ તે ફરી એક વિદ્યાર્થિની માટે દેવદૂત બનીને આવ્યો.
બીમાર વિદ્યાર્થિનીની બહેને એક પોસ્ટ દ્વારા સોનુ સૂદ પાસે મદદ માગી હતી અને એક્ટરે તેની નવી જિંદગી અપાવી દીધી. નવાદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કર્મન ટોલા મોહલ્લાના નેહાએ એક સપ્ટેમ્બરે સોનુ સૂદના ટ્વીટર પર લખ્યું કે, તેની બહેન દિવ્યા સહાય ઉર્ફ ચુલબુલની તબિયત ખૂબ ખરાબ છે અને તેને ઑપરેશનની ખૂબ જરૂર છે.
લૉકડાઉનને કારણે દિલ્હીની એઈમ્સમાં મળેલી તારીખ પર સર્જરી ન થઈ શકી. તેને સોનુને આગ્રહ કર્યો કે, કોઈ રીતે એઈમ્સમાં સર્જરી માટે તારીખ અપાવે, તેને બીજું કંઈ જોઈતું નથી. સોનુ સૂદે નેહાની ટ્વીટ પર રિપ્લાય કરતા પાંચ સપ્ટેમ્બરે લખ્યું કે, તમારી બહેન અમારી બહેન છે, હોસ્પિટલમાં તેની માટે વ્યવસ્થા કરાવી દેવામાં આવી છે. તેને સ્વસ્થ કરાવવાની જવાબદારી મારી.
આખરે સોનુ સૂદની પહેલ પર ઋષિકેશની છૈંસ્જીમાં દિવ્યાના પેટની સફળ સર્જરી થઈ. હવે દિવ્યા સ્વસ્થ છે અને સર્જરી બાદ હજુ પણ તે હોસ્પિટલમાં જ છે. દિવ્યા સહાયની સફળ સર્જરી બાદ તેની બહેન નેહા અને સમગ્ર પરિવાર સોનૂ સુદ અને તેની ટીમનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.
નેહાએ સોનુ સૂદના ટ્વીટર પર એક વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં નેહાએ સોનુને મદદ માટે ધન્યવાદ કહ્યું અને કહ્યું કે, જ્યારે દિલ્હીની એઈમ્સમાં તારીખ ન મળી શકવાને કારણે અને હોસ્પિટલના ચક્કર લગાવી થાકી ગયા બાદ આખો પરિવાર ચિંતામાં હતો. આવી સ્થિતિમાં અમે તમારી મદદ માગી અને તમે તે પૂરી કરી, જેનાથી અમારી બહેનની સફળ સર્જરી થઈ શકી. નેહાએ ઋષિકેશની એઈમ્સના તમામ ડૉક્ટર અને સ્ટાફના વ્યવહારની પણ પ્રશંસા કરી. નેહાએ કહ્યું કે, ૩૧ માર્ચથી જ સમગ્ર પરિવાર ચિંતિત હતો કે, તેની બહેનની સર્જરી થઈ શકશે કે નહીં
પરંતુ સોનુ સૂદને કારણે સફળ સર્જરી થઈ શકી અને દિવ્યાનું ભવિષ્ય સુરક્ષિત થઈ શક્યું. નેહાની બહેન દિવ્યા સહાયે ઑપરેશન થિએટરમાં જતા પહેલા કહ્યું કે, સોનુ સર એક જિન્ન છે, તેમની પાસે ગમે તે માગો મળી જાય છે.’ નેહાએ કહ્યું, ‘તેના પિતા અને માતા તમારે એટલા આભારી છે કે, તેઓ તમારા પગ ધોઈને પીવા માટે તૈયાર છે. તમારાથી અમે સીખ્યા છીએ કે, જરૂરિયાતોની મદદ કરવી જોઈએ.