નેપાળ હવે ભારતીય વિસ્તારો કાળાપાણી-લિપુલેખ અને લિંપિયાધુરામાં વસ્તી ગણતરી કરાવવાની ફિરાકમાં
કાઠમંડ઼ુ, ચીનની ચુંગાલમાં ફસાયેલા નેપાળ કાલાપાની,લિપુલેખ, અને લિંપિયાધુરાને લઇને સતત ભારતને ઉશ્કેરવાનાં પ્રયાસો કરી રહ્યું છે, પહેલા તેણે આ વિસ્તારો પોતાના નકશામાં સામેલ કર્યું, અને હવે અહીં વસ્તી ગણતરી કરાવવા માંગે છે, તે ઘરે-ઘરે જઇને લોકોની વસ્તી ગણતરી નાગરિકોનાં રૂપે કરાવવા માંગે છે, પરંતું ભારત દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવવાનાં કારણે અન્ય વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે, જો કે નેપાળનાં ઘણા નિષ્ણાતોનું કહેવું છે કે આ બાબત અશક્ય છે.
નેશનલ પ્લાનિંગ કમિશન અને સેન્ટ્રલ બ્યુરો ઓફ સ્ટેટેસ્ટિગ આગામી વર્ષ 28 મેથી 12મું નેશનલ પોપ્યુલેશન એન્ડ હાઉસિંગ સેન્સસ કરાવવામાં લાગ્યું છે, નેપાળનાં અગ્રણી અખબાર કાઠમાડું પોસ્ટનાં એક રિપોર્ટનાં જણાવ્યા મુજબ રાજકિય અને વહીવટી નેતૃત્વ આ સવાલ પર વિચાર-વિમર્સમાં લાગ્યું છે કે શું કાળાપાણી, લિપુલેખ અને લિંપિયાધુરામાં વસ્તી ગણતરી શક્ય છે અને અહીં તો કેવી રીતે કરાવવામાં આવે.
પ્લાનિંગ કમિશન અને સ્ટેટિક્સ બ્યુરોનાં અધિકારીનું કહેવું છે કે કાળાપાણી, લિપુલેખ અને લિંપિયાધુરા નેપાળી વિસ્તાર છે, એટલા માટે અહીં વસ્તી ગણતરી કરાવવા માંગે છે, જો કે નેપાળનાં ઘણા સાંસદો અને સર્વે ડિપાર્ટમેન્ટનાં પુર્વ ડાયરેક્ટરોનું કહેવું છે કે એવું કરવું શક્ય નથી, કેમ કે તે વિવાદિત વિસ્તારો છે અને ભારત અહીં જવા માંટે મંજુરી નહીં આપે,