તારા સુતરીયા આદર જૈન સાથે લગ્ન બંધને બંધાશે??
મુંબઈ: બોલિવૂડની ગપશપની એક ખૂબ જ રસપ્રદ અને ખાસ સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં તારા સુતરિયાએ આદર જૈન સાથેના પોતાના સંબંધની વાત સ્વીકારી હતી. અને હવે ખબરો તેવી આવી રહી છે કે બંને ટૂંક સમયમાં લગ્નના તાંતણે બંધાશે. તારાએ સ્ટુડન્ટ ઓફ ધ યરથી બોલિવૂડમાં એન્ટ્રી મારીને પોતાની અલગ ઓળખ બનાવી છે,
પરંતુ હાલ તેની ચર્ચાઓ આદર જૈનને લઇને વધુ થઇ રહી છે. તેવું નથી કે તારા અને આદર જૈન નામ પહેલી વાર એકબીજા સાથે જોડવામાં આવ્યું હોય. મુંબઇના રેસ્ટોરન્ટ અને રસ્તાઓ પર અનેક વાર આ કપલ ગળાડૂબ પ્રેમમાં એક બીજા સાથે નજરે પડતું રહે છે. અને આજ કારણે તેમના સંબંધો પણ મીડિયામાં ઉજાગર થયા હતા. આદર જૈન અને તારા સુતારિયા પાર્ટીમાં પણ એક સાથે સ્પોર્ટ કરવામાં આવે છે.
સ્પોર્ટબોયના સુત્રોના હવાલેથી તે ખબર આવી છે કે બંને ટૂંકસમયમાં બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડના આ ટેગને મિસ્ટર અને મિસિસના ટેગમાં ફેરવવા માટે તૈયારી કરી રહ્યા છે. જો કે બંને પોતાના કમિટમેન્ટ્સને લઇને પણ ખૂબ જ સીરિયસ છે. પણ તેમ છતાં જલ્દી લગ્ન કરી શકે છે. જો કે તે વાત પણ એટલી જ સાચી છે કે આ બંને તરફથી હજી સુધી કોઇ અધિકૃત એનાઉસમેન્ટ નથી. તારાને આદરના ફેમીલી ફંકશનમાં એક બીજાની સાથે જોવા મળે છે.
ગત વર્ષે જ તેના ભાઇ અરમાન જૈનના લગ્નમાં પણ બંને એક ખાસ પરફોર્મન્સ આપ્યું હતું. અને તે પછી તેના લગ્ન અને એક બીજાની સાથે હોવાની વાત જોર પકડ્યું હતું. કપૂર પરિવાર હાલ આ સિવાય રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની પણ ચર્ચા ચાલી રહી છે.
પણ તે પહેલા કદાચ તારા અને આદર લગ્ન કરી લે તો પણ નવાઇ નહીં. કારણ કે તે આ વર્ષે લગ્ન કરવાના હોવાનું ચર્ચાય છે. જેની આગળ પાછળ કદાચ રણવીર અને આલિયાના પણ લગ્ન ગોઠવાય. આદર એક ફેમીલી પર્સન છે. અને તે જલ્દી લગ્ન કરવાનું વિચારી રહ્યો છે.બીજી તરફ આદરનું કેરિયર પણ હજી હાલમાં જ શરૂ થયું છે. અને તારા પણ કેરિયરમાં હજી જોઇએ તેવી નામના નથી મેળવી. પણ આ વાત તેમના લગ્નમાં કોઇ રોક નહીં લગાવે તે વાત પરિવાર પણ માને છે.