અભિનેત્રી નતાશા દીકરા સાથે રમતી જોવા મળી
મુંબઈ: ક્રિકેટર હાર્દિક પંડ્યા અને એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિકનો લિટલ મંચકિન અગસ્ત્ય ત્રણ મહિનાનો થઈ ગયો છે. જ્યારથી દીકરાનો જન્મ થયો છે ત્યારથી બંને અવારનવાર તેની તસવીરો ફેન્સ સાથે શેર કરતાં રહે છે. હવે નતાશાએ પણ દીકરાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. નતાશાએ શેર કરેલી તસવીરોમાં તે દીકરા સાથે જોવા મળી રહી છે. જેમાં અગસ્ત્ય સૂતેલો અને નતાશા ખુરશીમાં બેઠેલી જોવા મળી રહી છે. બે તસવીરોમાંથી પહેલી તસવીરમાં નતાશા કેમેરા સામે જોઈને પોઝ આપી રહી છે,
તો અગસ્ત્ય તેને એકીટશે નિહાળી રહ્યો છે. જ્યારે બીજી તસવીરમાં નતાશા કલરફુલ બોલ ઉછાળીને અગસ્ત્યને રમાડી રહી છે, તો સામે તે પણ ખિલખિલાટ હસી રહ્યો છે. હાર્દિક પંડ્યા પણ ઘણીવાર દીકરાની તસવીરો અને વીડિયો શેર કરે છે. થોડા દિવસ પહેલા તે પ્રોફેશનલ ડ્યૂટીના કારણે દુબઈમાં હતો. આ દરમિયાન તેણે અગસ્ત્યને ખૂબ મિસ કર્યો હતો. તેથી તેઓ બંને મસ્તી કરી રહ્યા હોય તેવો થ્રોબેક વીડિયો શેર કર્યો હતો. જે બાદ તે કહી રહ્યો છે કે, ‘ચલો સૂઈ જાઓ ડેડી જઈ રહ્યા છે’.
આ સિવાય તેણે એક તસવીર પણ શેર કરી છે જેમાં અગસ્ત્ય તેના ખભા પર માથુ ઢાળીને ઉંઘતો જોવા મળી રહ્યો છે. ૨૭ વર્ષીય ક્રિકેટરે કેપ્શનમાં લખ્યું છે કે, ‘અગસ્ત્ય સાથે રમવાનો સમય. જેને હું સૌથી વધારે મિસ કરી રહ્યો છું. હું જીવનભર આ દિવસોને યાદ રાખીશ. ૩૦મી ઓક્ટોબરે અગસ્ત્ય ૩ મહિનાનો થતાં નતાશાએ ઉજવણી કરી હતી.
તેના સેલિબ્રેશન માટે આ કેક લાવવામાં આવી હતી. આ તસવીર શેર કરતાં નતાશાએ પતિ હાર્દિકને ટેગ કર્યો હતો. નતાશાએ લખ્યું હતું કે, ‘અમે તને યાદ કરીએ છીએ હાર્દિક’. હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે જાન્યુઆરી મહિનામાં તેમની સગાઈની જાહેરાત કરી હતી. જ્યારે જુલાઈ મહિનામાં હાર્દિકે તેઓ માતા-પિતા બનવાના હોવાના ન્યૂઝ ફેન્સ સાથે શેર કર્યા હતા.