IITના પ્લેસમેન્ટમાં સૌથી મોટી દોઢ કરોડની ઓફર
નવી દિલ્હી, દેશની પ્રતિષ્ઠિત આઈઆઈટી કોલેજોમાં ફાઈનલ પ્લેસમેન્ટની પ્રોસેસ શરૂ થઈ ચૂકી છે. દેશની ઈકોનોમી કોવિડ ૧૯ મહામારીથી ત્રસ્ત છે પણ તેમ છતાં દેશની ટોપ એન્જિનિયરિંગ ટેલેન્ટને મોટી સેલરી ઓફર કરવામાં આવી રહી છે. પહેલીવાર આઈઆઈટી કોલેજોની ફાઈનલ પ્લેસમેન્ટની પ્રક્રિયા પૂરી રીતે ઓનલાઈન છે. જો કે, ઈન્ટરનેશનલ ઓફર્સ ઓછી આવી રહી છે. ચોચેસ્ટિ અમેરિકામાં નોકરી માટે વાર્ષિક ૨ લાખ ડોલર (૧.૪૮ કરોડ રૂપિયા)ની ઓફર આપી રહી છે. આઈઆઈટી મુંબઈમાં ટ્રેડિંગ ફર્મ ઓપ્ટિવરે ૧.૩૯ કરોડ રૂપિયાની સૌથી મોટી ઈન્ટરનેશનલ ઓફર આપી છે.
કેમ્પેઈન પ્લેસમેન્ટ સેલ્સનું કહેવું છે કે, ફાઈનલ પ્લેસમેન્ટના પહેલા દિવસે અનેક કંપનીઓએ યુવા એન્જિનિયરોને મોટી સેલરી ઓફર કરી છે. તેમાં બી૨બી સાસ સ્ટાર્ટઅપ એલી.આઈઓ પણ સામેલ છે. જેણે ૧.૩૯ કરોડ રૂપિયાની ઈન્ટરનેશનલ ઓફર આપી છે. ક્વોન્ટિટેટિવ ટ્રેડિંગ ફર્મ ગ્રેવિટન અને પ્રોપ્રાઈટરી ટ્રેડિંગ ફર્મ ક્વાન્ટબોક્સ ૮૦ લાખ રૂપિયાની સેલરી ઓફર કરી રહી છે જ્યારે ગ્લોબલ ક્લાઉડ ઈમ્પિલમેંટેશન પાર્ટનર એમટીએક્સ ગ્રુપ ૭૦ લાખ સેલરી આપી રહી છે.
પ્રોપ્રાઈટરી ટ્રેડિંગ ફર્મ ક્વાડેયેનું પેકેજ ૫૮ લાખ રૂપિયાનું હતું. ક્યુઆલકોમએ આઈઆઈટી બોમ્બેમાં ૪૬.૪૧ લાખ રૂપિયાની ઓફર આપી જ્યારે વર્લ્ડ-ક્વોન્ટની ઓફર ૩૯.૭ લાખ રૂપિયાની હતી. આઈઆઈટી મદ્રાસમાં પહેલા દિવસના પહેલા સત્રમાં રેકોર્ડ ૧૨૩ ઓફર આપવામાં આવી હતી. ગત વર્ષે આ સંખ્યા ૧૦૨ની હતી. આઈઆઈટી રૂડકીમાં સૌથી વધારે ડોમેસ્ટિક ઓફર ૮૦ લાખ રૂપિયા હતી.SSS