Western Times News

Gujarati News

નીતિ અને નીયત બંન્નેથી કિસાનોનું હિત ઇચ્છીએ છીએ: વડાપ્રધાન

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારતીય વાણિજય અને ઉદ્યોગ મહાસંઘ (ફિક્કી)ની ૯૩મી વાર્ષિક બેઠકમાં વીડિયો કોન્ફરન્સીગ દ્વારા જાેડાયા હતાં. આ પ્રસંગે તેમણે બેઠકને સંબોધિત કરતા પોતાના ભાષણમાં કિસાનો પર ખાસ ભાર મુકયો હતો તેમણે કહ્યું કે કિસાનોનો જેટલો ટેકો મળશે અમે તેટલો ઇન્વેસ્ટ કરીશું એટલો જ કિસાન અને દેશ મજબુત થશે સરકાર નીયત અને નીતીથી કિસાનોનું હિત ઇચ્છે છે.આજે ભારતનું એગ્રીકલ્યર સેકટર પહેલાથી વધુ વાઇબ્રટ થયું છે આજે કિસાનોની પાસે મંડીઓની બહાર વેચવાનો પણ વિકલ્પ છે તે ડિઝીટલ માધ્યમ પર પણ ખરીદ વેચાણ કરી શકે છે કિસાન સમૃધ્ધ થશે તો દેશ સમૃધ્ધ થશે.

તેમણે કહ્યું કે જેટલો આપણા દેશમાં એગ્રીકલ્યરમાં પ્રાઇવેટ સેકટરનું રોકાણ કરવાનું હતું તેટલું થયું નથી આપણે ત્યાં કોલ્ડ સ્ટોરેજની સમસ્યા રહી છે ફર્ટિલાઇઝરની મુશ્કેલી રહે છે તેને ઇમ્પોર્ટ કરવામાં આવે છે તેના માટે ઉદ્યમિઓને આગળ આવવું જાેઇએ કિસાનોનો જેટલો સપોર્ટ મળશે અમે તેટલું જ ઇન્વેસ્ટ કરીશું તેનાથી કિસાન અને દેશ મુજબુત થશે એગ્રીકલ્યર સેકટરમાં સુધારાનો સૌથી વધુ ફાયદો કિસાનોને થનાર છે એગ્રીકલ્ચર સેકટર અને તેનાથી જાેડાયેલ ક્ષેત્ર પછી ભલે ફુડ પ્રોસેસિગ હોય કોલ્ડ ચેન હોય તેની વચ્ચે દિવાલ હતી હવે અડચણો હટાવાઇ રહી છે હવે કિસાનોને નવા બજાર અને નવા કિલ્પ મળશે કૃષિ ક્ષેત્રમાં વધુ રોકાણ થશે.

વડાપ્રધાને કહ્યું કે આજે દરેક સેકટરમાં રિફોર્મ્સ કરવામાં આવે છે માઇનિગ ડિફેંસ કે ફરી સ્પેસ હોય મોટાભાગના વિસ્તારમાં અગણિત અવસરોની પરંપરા ઉભી કરી દીધી છે.લોજિસ્ટિકસમાં મલ્ટીપલ કનેકિટવિટી પર ભાર મુકવામાં આવી રહ્યો છે જાે એકથી બીજી ઇડસ્ટ્રીની વચ્ચે દિવાલો ઉભી કરી દે તો ગ્રોથઅટકી જશે અમે આ દિવાલોને હટાવવાનું કામ કરી રહ્યાં છીએ
ભારતમાં તમામ અવરોધોને દુર કરતા આધાર સિસ્ટમને મજબુત કરવામાં આવી છે. દુનિયાના સૌથી મોટા ટ્રાંસફર સિસ્ટમ ડાયરેકટ બેનિફિટ ટ્રાંસફર ભારતમાં કામ કરી રહ્યું છે. અનેક લોકો કહી રહ્યાં છે કે ભારતના આ મોડેલથી અનેક દેશોએ શિખવું જાેઇએ ભારતે મોટી વસ્તી સુધી ટેકનોલોજી પહોંચાડી છે.

યુપીઆઇથી દર મહીને ચાલ લાખ કરોડનું ટ્રાંજેકશન થઇ રહ્યું છે નાના દુકાનદારો લારી વાળા પણ તેનાથી પૈસા ટ્રાંસફર કરી રહ્યાં છે કેટલાક લોકો માટે ગામનો અર્થ એવા વિસ્તરોથી છે જયાં આવવા જવામાં અસુવિા હોય ફેસિલિટીજ ન હોય હવે ત્યાંની સ્થિતિ પણ બદલાઇ છે. પ્રધાનમંત્રી સકડ યોજનાથી ગામની ૯૮ ટકા સડકો જાેડાઇ ચુકી છે ગામમાં સ્કુલ બજાર બધુ છે.ગ્રામીઓની આશા વધી છે.

તેમણે કહ્યું કે આપણે લોકોએ ટી ટવેન્ટી મેચમાં ખુબ કંઇ બદલતું જાેયુ છે પરંતુ ૨૦-૨૦નાં આ વર્ષ તમામને માત આપી છે આટલો ઉતાર ચઢાવથી દુનિયા પસાર થઇ છે કેટલાક વર્ષ બાદ જયારે કોરોના કાળને યાદ કરીશું તો વિશ્વાસ નહીં આવે સૌથી સારી વાત રહી કે જેટલી ઝડપથી સ્થિતિ બગડી તેટલી જ ઝડપથી સુધરી પણ રહી છે. જયારે મહામારી શરૂ થઇ તો અનેક અનિશ્ચિતતાઓ હતો બધાના મનમાં એ સવાલ હતો કે બધુ કેવી રીતે ઠીક થશે દુનિયાનો દરેક વ્યક્તિ આ સવાલોમાં ફલાયો હતો હવે સ્થિતિ બદલાઇ છે. હવે જવાબ પણ છે અને રોડમેપ પણ છે. હવે ઇડિકેટર્સ હાૈંસલો વધારનાર છે સંકટના સમયે જાે આપણે શિખ્યુ છે ભવિષ્યના સંદર્ભોને મજબુત કર્યો છે તેનો શ્રેય આંત્રપ્રેન્યોર કિસાનો ઉદ્યમિઓ અને લોકોને જાય છે જે દેશ મહામારીના સમયે પોતાના લોકોને બચાવી લે છે ત્યાંની વ્યવસ્થાઓ બેગણી તાકાતની સાથે રિબાઉડ કરવાની શક્તિ રાખે છે.

ભારતે જે નીતીઓ બનાવી સ્થિતિઓ સંભાળી તેનાથી દુનિયા ચકિત છે ગત છ વર્ષમાં દુનિયાનોે જે વિશ્વાસ આપણા પર બન્યો તે ગત મહીનાઓમાં વધુ મજબુત થયો વિદેશી રોકાણને રેકોર્ડ ઇન્વેસ્ટમેંટ કર્યં છે અમે લોકલ માટે વોકલ થવા માટે કામ કરી રહ્યાં છીએ ભારતનો પ્રાઇવેટ સેકટર અમારી ડોમેસ્ટિક મીડને ફકત પુરી કરી શકે છે એટલું જ નહં ગ્લોબલી પણ સ્થાપિત થઇ શકે છે અમે ઇચ્છીએ છીએ કે ઇડસ્ટ્રીઝ અને ઇડિપેંડેટ હોય. જે ઇનસિકયોર હોય છે તે આસપાસના લોકોને અવસર આપવાથી ગભરાય છે જનતાના ભારી સમર્થનથી બનેલ સરકારનો કોન્ફિડેંટ અને ડેડિકેશન હોય છે અમે સબ કા સાથ સબક વિકાસ પર કામ કરી રહ્યાં છે.એક નિર્ણાયક સરકાર બીજાની અડચણો દુર કરે છે આ સરકાર પોતાની પાસે રાખવામાં વિશ્વાસ કરતી નથી પહેલાની સરકાર બધુ જ પોતાની પાસે રાખતી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.