સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીને ઠાર માર્યા
શ્રીનગર, જમ્મુ કાશ્મીરથી આતંકવાદીઓનો સફાયા માટે સુરક્ષા દળો સતત ઓપરેશન ચલાવી રહ્યાં છે શોપિયામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ચાલેલી અથડામણમાં બે આતંકીઓ ઠાર મરાયા છે. જયારે નરવાલમાંથી બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે તેમની પાસેથી હથિયારો કબજે કરવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીર પોલસે આ માહિતી આપી સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન જારી કરવામાં આવ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ટીઆરએફે બે આતંકીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી હથિયારોનો મોટો જથ્થો કબજે કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે એક એ કે રાયફલ બે મેગઝીન તથા ૬૦ કારતુસ એક પિસ્તોલ હે મેગઝીન તથા ૧૫ કારતુસ કબજે કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે બીજીબાજુ કઠુઆ જીલ્લામાં પાકિસ્તાની રેજર્સે ઉશ્કેરણી વિના આતરરાષ્ટ્રીય સીમાની નજીક અગ્રિમ ચોકી પર ગોળીબાર કરી સંધર્ષ વિરામનો ભંગ કર્યો હતો. આ જ જીલ્લામાં સેનાના કેમપમાં બેરકની દિવાલ તુટી પડતા એક જેસીઓ સહિત બે સૈન્ય કર્મચારીઓના મોત થયા છે.HS