Western Times News

Gujarati News

મધ્યપ્રદેશમાં શિયાળુ સત્ર ચાલુ થાય તે પહેલ ૭૭માંથી ૩૪ કર્મી કોરોના સંક્રમિત

ભોપાલ, મધ્યપ્રદેશમાં ૨૮ ડિસેબરથી વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલુ થનાર છે પરંતુ તેના બે દિવસ પહેલા આવેલ રિપોર્ટમાં વિધાનસભાના ૭૭માંથી ૩૪ કર્મચારીઓ કોરોના સંક્રમિત બતાવવામાં આવ્યા છે પહેલા આ તમામ કર્મચારીઓના રેપોર્ડ એટીજન ટેસ્ટ થયો ત્યારબાદ આરટીપીસીઆર પણ કરાવવામાં આવ્યા આ ઉપરાંત ગઇકાલે પણ ૫૫ લોકોનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો આવામાં વિધાનસભા સત્રને લઇ એકવાર ફરી ચર્ચા શરૂ થઇ છ.

જાણકારી અનુસાર શિયાળુ સત્રને જાેતા વિધાનસભા તમામ કર્મચારીઓને ટેસ્ટ કરાવવામાં આવ્યો તેમાં ધારાસભ્યોને વિશ્રામ ગૃહના કર્મચારી પણ સામેલ છે. હવે ૩૪ કર્મચારીઓને કોરોા પોઝીટીવ નિકળ્યા બાદ તેમની કોન્ટેકટ ટ્રેસિંગ કરાવવાની તૈયારી કરવામં આવી રહી છે હકીકતમાં વિધાનસભાના તમામ કર્મચારીઓ સતત કામ પર આવી રહ્યાં હતાં તેમાંથી કેટલાકને સામાન્ય ઠંડી ખાંસી બતાવવામાં આવી છે જયારે કેટલાકને કોરોનાના કોઇ પણ લક્ષણ નથી.

સુત્રોના જણાવ્યા અનુસાર વિધાનસભાનું સત્ર માત્ર એક દિવસનું પણ હોઇ શકે છે. સર્વપક્ષીય બેઠકમાં શિયાળુ સત્રને લઇને કોઇ નિર્ણય લેવામાં આવશે આ ઉપરાંત સત્ર ચાલવા પર તેના પ્રોટોકોલ અને ધારાસભ્યોની હાજરી પર પણ ચર્ચા થશે એ યાદ રહે કે દેશના સંસદ સહિત ૧૦ રાજયોમાં શિયાળુ સત્ર રદ કરવામાં આવ્યા છે તેમાં રાજસ્થાન દિલ્હી હરિયાા મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ ગુજરાત કેરલ ત્રિપુરા હિમાચલ પ્રદેશ અને મેધાલય વગેરે રાજય સામેલ છે. એ યાદ રહે કે કોરોના કાળમાં મધ્યપ્રદેશમાં અત્યાર સુધી ૪૭ ધારાસભ્યો સંક્રમિત થઇ ચુકયા છે તેમાં મુખ્યમંત્રી અને એક ડઝન મંત્રીઓની સાથે અનેક ધારાસભ્યો પણ સામેલ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.