આપ દ્વારા બિઝનેસ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદ, અમદાવાદ ડિસ્ટ્રિક્ટના પ્રેસિડેન્ટ બિઝનેસ સેલના રોહિત ખન્નાએ જણાવ્યું હતું કે, રાત્રિના કર્ફયુ સહિતની મૂશ્કેલીઓનો બિઝનેસીસ દ્વારા સામનો કરવામાં આવ્યો હતો કે જેણે હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીની કમર તોડી નાખી છે, આ બાબતોની કોન્કલેવમાં ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓથોરિટીઝ વિવિઝ પ્રિટેક્સ પર ભારે દંડ લગાવીને લોકો પર વધારે ફાઈનાન્શિયલ બર્ડન લગાવી રહ્યાં છે.
અમદાવાદ- અમદાવાદમાં આમ આદમી પાર્ટી (આપ)ના બિઝનેસ સેલ દ્વારા રવિવારના રોજ રવિવારના રોજ બિઝનેસ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું અને ટ્રેડ અને ઈન્ડસ્ટ્રી દ્વારા સામનો કરવામાં આવતાં બિઝનેસ અને ફાઈનાન્શિયલ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવતી હતી. કોન્ક્લેવ મોટી સંખ્યામાં લોકલ ટ્રેડર્સ અને બિઝનેસ પર્સન્સ દ્વારા અટેન્ડ કરવામાં આવ્યું હતું. આ આપના નેશનલ સ્પોકપર્સન અને એમએલએ અતિશી સિંહ, આપ ગુજરાત પ્રેસિડેન્ટ, ગોપાલ ઈટાલિયા, અને આપ બિઝનેસ સેલ અમદાવાદ પ્રેસિડેન્ટ રોહિત ખન્ના દ્વારા સંબોધિત કરવામાં આવ્યું હતું.
ખન્નાએ એમ પણ જણાવ્યું હતું કે, “ઓથોરિટીઝે ૯- ૧૦નો બ્લેન્કેટ કર્ફયુ લાદવાને બદલે ઓછામાં ઓછી હોમ ડિલિવરીને તો મંજૂરી આપવી જાેઈતી હતી, કે જે દિવાળી પહેલાં હતી. અતિશી સિંહ કે જેઓ દિલ્હીમાં આપ ગવર્મેન્ટના એડવાઈઝર પણ છે તેમણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં બિઝનેસીસમાં અભૂતપૂર્વ મંદી જાેવા મળી રહી છે તે વિશે વાત કરી. તેણીએ જણાવ્યું હતું કે, ડિમોનેટાઈઝેશનના આડેધડ ર્નિણયને લીધે આજે ટ્રેડ અને ઈન્ડસ્ટ્રી ઘણી સમસ્યાઓનો સામનો કરી રહેલ છે, જે એક ઉદ્દેશ્યને પણ પૂર્ણ કરી શકેલ નથી. જીએસટીના બિનઆયોજિત અને ઘસારા અમલીકરણથી બાબતો ફક્ત વધુ વણસી છે, જ્યારે મહામારીના લીધે બધાને અભૂતપૂર્વ પીડા અને નુકસાન થયું છે. અનએમ્પ્લોયમેન્ટ અત્યાર સુધી સૌથી વધુ છે, પરંતુ સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ આ કટોકટી દરમિયાન બિઝનેસીસને કોઈ રાહત કે મદદ કરવામાં નિષ્ફ્ળ ગઈ છે.