Western Times News

Gujarati News

ઈકો કારના સાઇલેન્સર ચોરી કરતી ગેંગનો સભ્ય ઝડપાયો

અમદાવાદ, છેલ્લા ઘણા સમયથી એક ગેંગે અમદાવાદ પોલીસના નાકે દમ લાવી દીધો હતો. આ ગેંગ પૂર્વથી પશ્ચિમ સુધી માત્ર ઇકો કારના સાયલન્સર ચોરી કરતી હતી. પૂર્વ વિસ્તારની પોલીસ સ્થાનિક ગેંગ હોવાનું માની અંધારામાં ફાંફા મારતી રહી પણ સરખેજ પોલીસે મહેનત કરી હરિયાણાના એક આરોપીની ધરપકડ કરી છે.

આ ગેંગની મોડસ ઓપરેન્ડિ જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તસવીરમાં દેખાતો શખસ મોહમદ જુનેદ છે અને તે મૂળ હરિયાણા નો રહેવાસી છે. તેની સરખેજ પોલીસે રાજસ્થાનથી એક ટ્રક સાથે ધરપકડ કરી છે. આરોપી તેના એક સાગરીત સાથે મળીને અમદાવાદ ના પૂર્વ પશ્ચિમ અને ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રક અને એક કાર લઈને ચોરી કરવા નીકળતા હતા.

જ્યાં જ્યા ઇકો કાર મોટી સંખ્યામાં હોય ત્યાં પોતાની ટ્રક ઉભી કરી આડાશ રાખી તે ગોડાઉનમાં ઘુસી કલાકો સુધીમાં ૨૦ થી વધુ ઇકો કારના સાયલન્સર ચોરી કરી લેતો હતો. આરોપીની પૂછપરછ માં સામે આવ્યું છે જે હરિયાણા નો તેનો અન્ય મિત્ર તેની સાથે ચોરી કરવા આવતો હતો. આરોપીઓએ રામોલ, નિકોલ, નરોડા, સરખેજ અને અસલાલી માં આવેલા ગાડીઓના ગોડાઉનમાંથી ઇકો કારના ૭૦થી વધુ સાયલન્સર ચોરી કર્યા છે.

પકડાયેલો આરોપી ટ્રક લઈને નીકળતો અને તેનો સાગરીત સીસીટીવીમાં ઝડપાયેલી આ કાર લઈને જતો હતો જેથી કોઈને શંકા ન જાય. બાદમાં ગોડાઉનમાં ઘુસી મધરાત્રે સિક્યોરિટી ગાર્ડ હોવા છતાંય ચોરીને અંજામ આપતા અને ટ્રકમાં આ ચોરીના સાયલન્સર ભરી ફરાર થઈ જતા હતા.

જાેકે સરખેજ પોલીસે સાણંદ સર્કલથી નારોલ સુધીના રૂટના તમામ સીસીટીવી ચકાસી ટ્રક શંકાસ્પદ દેખાતા તેની પરથી આ આરોપીને ઝડપી પાડ્યો હોવાનું એમ ડિવિઝન એસીપી વિનાયક પટેલ એ જણાવ્યું છે. જાેકે આરોપી ઓએ આ સાયલન્સર કોને વેચ્યા અને તેમાંથી નીકળતી કિંમતી વસ્તુ કાઢીને કોને વેચી તે બાબતે પોલીસને સફળતા મળી નથી. જાેકે આ કૌભાંડ નો મુખ્ય સૂત્રધાર ઝડપાયા બાદ આ તમામ સવાલોના જવાબ પોલીસ મેળવી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.