Western Times News

Gujarati News

“નો એન્ટ્રી” જાહેર કરીને દંડ ઉઘરાવતા લોકોમાં રોષની લાગણી

આશ્રમરોડ નવરંગપુરા બાટા શોરૂમ પાસેના ચાર રસ્તા પાસે નો એન્ટ્રી જાહેર કરીને વિના મહેનતે શાંતિથી દંડ ઉઘરાવતા લોકોમાં ભારે રોષની લાગણી પ્રવર્તે છે?!

“વર મરો, કન્યા મરો, ગોરનું તરભાણું ભરો”! વાહ પોલીસ?!

તસવીર નવરંગપુરા ચાર રસ્તા તરફ જવાના આશ્રમરોડની છે આ ચાર રસ્તા પાસે ખોડિયાર માતાનું મંદિર રોડ વચ્ચે આવેલું છે સામેની જગ્યાએ આશ્રમ રોડ ઉપર બાટા નો શોરૂમ છે ડાબી બાજુનો રસ્તો રિવરફ્રન્ટ તરફ જઈ શકે છે ત્યાં બે અન્ય રસ્તા પરથી પણ વાહનોની અવરજવર થાય છે

સામાન્ય રીતે દરેક રોડમાં ડાબી બાજુ વળવા માટેની પરવાનગી કુદરતી ન્યાયના સિદ્ધાંતો સાથે જાેડાયેલી છે પરંતુ આ ચાર રસ્તા ને જાેડતા રસ્તામાં એક રસ્તો જે ગાંધીબ્રીજ થી આવે છે

ત્યાં પોલીસ તંત્રના આદેશ થી કથિત નો એન્ટ્રી નું બોર્ડ મુકાયું છે? અને રિવરફ્રન્ટ તરફ જવા માગતા વાહનચાલકો ડાબી બાજુ જઈ શકાય એવી સામાન્ય સુજને લઈને નો એન્ટ્રી ના કથિત બોર્ડનું પોતાની રીતે અર્થઘટન કરી ઘૂસી જાય છે!

આ નો એન્ટ્રીમાં પ્રવેશનાર આ વાહન ચાલકોનો ઈરાદો કાયદાનો ભંગ કરવાનો નથી હોતો પરંતુ આ જગ્યાને નો એન્ટ્રી કરાય જ નહીં પરંતુ પોલીસ તંત્રને વગર મહેનતે દંડ મળી જતો હોવાથી સવારથી ટ્રાફિક પોલીસનો કાફલો ખડકી દેવામાં આવે છે અને સાંજ સુધીમાં પોલીસની જાેળી દંડથી ભરાઈ જાય છે અને દંડનો ટાર્ગેટ પુરો કર્યા ના સંતોષ સાથે મલકાતા, મલકાતા પોતાના ઉચ્ચ અધિકારીઓને હિસાબ આપે છે કોરોના મહામારી પછી સરકારની આવક ઘટી છે

એટલે સરકારને પોલીસ નો એન્ટ્રી ને નામે લાખો રૂપિયા સરકારને ઉઘરાવી આપે છે કદાચ સરકાર અને પોલીસ બંનેને ફાયદો થઈ શકે છે? હાઇકોર્ટ કોરોના અટકાવવા કહેવા માંગે છે! સરકારના નેતાઓ રાજકીય નેતાઓ માસ્ક ન પહેરે તો ચાલશે પણ લોકો દંડ ભરીને સરકારને આર્ત્મનિભર બનાવે એ જરૂરી છે!

માટે સરકારને દંડની આવક માં રસ છે પેલી કહેવત છે ને “વર મરો કન્યા મરો ગોરનું તરભાણું ભરો” તસવીરમાં એક તો નો એન્ટ્રી નું બોર્ડ લબડી પડ્યું છે જેથી લોકોનું ધ્યાન પડતું નથી અને લોકો નો એન્ટ્રી માં ઘુસી જાય છે! બીજું બોર્ડ ડાબી બાજુ ના ખૂણા પર લાગેલું છે તેના ઉપર સામેની ગલીમાં થી આવતા લોકોનું ધ્યાન નો એન્ટ્રી ના મોડ ઉપર જતું જ નથી!! હકીકતમાં જે રસ્તાને નો એન્ટ્રી માં મુક્યો છે તે ફક્ત વગર મહેનતે દંડ કરવા માટે છે બાકી અનેક જગ્યાએ ડાબી બાજુ વળવાના રસ્તા પાસે છૂટ હોવી જાેઈએ

શહેર પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ ને વાસ્તવિક બંધારણીય જ્ઞાન હોય તો તે લોકોના માનવ અધિકારના ભંગ થાય એવા જાહેરનામુ બહાર ના પાડે કે જેથી લોકોને વારંવાર હાઇકોર્ટના દરવાજા ખટખટાવા ના પડે!! અમેરિકાની પોલીસ દેશના બંધારણને વફાદાર હોય છે નેતાઓને નહીં! રોજબરોજ નેતાઓમાં માસ્ક વગર ફરે છે કેટલાકનો દંડ વસુલ કર્યો?! આશ્રમરોડ નવરંગપુરા ચાર રસ્તા પાસે નું નો એન્ટ્રી બોર્ડ દૂર કરીને લોકોને સગવડ આપો!! ( તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા કરિશ્મા ઠાકોર દ્વારા)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.