Western Times News

Gujarati News

ઝેરી દેડકાની બ્લેક માર્કેટમાં ૧.૨૦ લાખ રૂપિયાની કિંમત

નવી દિલ્હી, દુનિયાના સૌથી ઝેરી દેડકા વિશે જાણો છો તમે? આ દેડકાની દુનિયાભરમાં દાણચોરી થાય છે. એક દેડકામાં એટલું ઝેર હોય છે કે તે ૧૦ માણસોને મારી શકે છે.

આ પ્રજાતિના એક દેડકાની આંતરરાષ્ટ્રીય બ્લેક માર્કેટમાં કિંમત ૨૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૧.૨૦ લાખ રૂપિયા છે. દેડકાની આ પ્રજાતિનું નામ છે પોઈસન ડાર્ટ ફ્રોગ.

આ એક લુપ્ત પ્રજાતિનું દેડકું છે. સામાન્ય રીતે આ દેડકા પીળા અને કાળા રંગના હોય છે. કેટલાક લીલા અને ચમકદાર રંગના અને કેટલાક વાદળી અને કાળા રંગના પણ હોય છે.

આ દેડકાના ઝેરના કારણે તેની આખા વિશ્વમાં દાણચોરી કરવામાં આવે છે. સામાન્ય રીતે આ દેડકાઓનું લંબાઈ ૧.૫ સેન્ટિમીટર હોય છે, પરંતુ કેટલાક ૬ સેન્ટિમીટર સુધી મોટા થઈ જાય છે.

સરેરાશ વજન ૨૮થી ૩૦ ગ્રામ હોય છે, પરંતુ આની અંદર રહેલું થોડુંક ઝેર પણ ૧૦ માણસોને મોતને ઘાટ ઉતારી શકે છે.

પોયઝન ડાર્ટ દેડકું મૂળ રીતે બોલિવિયા, કોસ્ટારિકા, બ્રાઝીલ, કોલમ્બિયા, ઇક્વાડોર, વેનેઝુએલા, સૂરીનામ, ફ્રેન્ચ ગુએના, પેરૂ, પનામા, ગુયાના, નિકારાગુઆ અને હવાઈના ટ્રોપિકલ જંગલોમાં જાેવા મળે છે.

નર દેડકા જ પોતાના ઈંડાઓનું ધ્યાન રાખે છે. આને પાંદડા, ખુલ્લા મૂળ અથવા ભીની જમીનમાં છુપાવીને રાખે છે.

પોયઝન ડાર્ટ દેડકાના ૪૨૪ નાના દેડકા હાલમાં જ બગોટાના અલ-ડોરાડો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મુસાફરની બેગથી નીકળ્યા. આમાં દરેક દેડકાની કિમત ૨૦૦૦ ડૉલર હતી એટલે કે ૧.૫૦ લાખ રૂપિયા. આમાંથી કેટલાક દેડકા મૃત હતા, પરંતુ બધાજ ઘણા ઝેરીલા હતા.

જર્મની સ્થિતિ હમ્બોલ્ટ ઇન્સ્ટીટ્યૂટના રિસર્ચર્સનું માનવું છે કે કોલમ્બિયામાં ૨૦૦ એમ્ફીબિયંસ એટલે કે ઉભયજીવી પ્રજાતિઓને લુપ્ત થતી અથવા સંકટગ્રસ્ત જાહેર કરવામાં આવી છે.આમાંથી મોટાભાગના દેડકા છે.

પોયઝન ડાર્ટ દેડકા પણ આમાં સામેલ છે. આનો રંગ અને ઝેર જ આને ઘણા જ કિંમતી બનાવે છે. આ દેડકાને બચાવવાનો પ્રયત્ન ૧૬ વર્ષથી કરવામાં આવી રહ્યો છે, પરંતુ આની દાણચોરીમાં કોઈ ઘટાડો આવ્યો નથી.

પોયઝન ડાર્ટ દેડકા અને આ સંબંધિત પ્રજાતિયોને બચાવવા માટે કોલમ્બિયામાં કૉમર્શિયલ બ્રીડિંગ પ્રોગ્રામ શરૂ કરાવવામાં આવ્યો, જેથી આ જીવોને બચાવી શકાય. આ દેડકાના ઝેરનો ઉપયોગ દવાઓ બનાવવામાં થાય છે.

આ દવાઓની અસર મૉર્ફિનથી ૨૦૦ ઘણી વધારે હોય છે. આ કારણે આમાંથી બનાવવામાં આવેલી દવાઓનો અત્યાર સુધી ક્લિનિકલ ટ્રાયલ જ ચાલી રહ્યો છે. કેમકે આના ઝેરથી ૧૦ હજાર ઉંદર અને ૧૦ માણસો મારી શકાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.