મેંદરડા પાસે ગોધમપુરમાં લેઉવા પટેલ સમાજની વાડી તૈયાર કરાશે
જૂનાગઢ, મેંદરડા તાલુકાના દાત્રાણા નજીક આવેલા ગોધમપુરમાં સમગ્ર ગ્રામજનો અને દાતાઓના સહયોગથી રૂા.પ૦ લાખના ખર્ચે બે હજારવારથી પણ વધુ જગ્યામાં લેઉવા પટેલ સમાજની અદ્યતન સમાજ વાડીનું નિર્માણ કરાશે. જેના ભૂમિપૂજન અને લેઉવા પટેલ સમાજ સ્નેહમિલનનું તા.૩૧મી એ રવિવારે આયોજન કરાયેલ છે.
સમુહલગ્નના પ્રણેતા હરસુખભાઈ વઘાસિયાના જણાવ્યા અનુસારબપોરે બે વાગ્યેે કાઠીયાવાડી પરંપરા મુજબ મહેમાનોનુૃં સામૈયુ કરાશે.ભૂમિપૂજન બાદ દીપપ્રાગટ્ય અને સાજે ૪ વાગ્યે દાતાઓનુૃં સન્માન અને સાંજે ભોજન સમારોહનુુૃ આયોજન કરાયુ છે. લઉવા પટેલ સમાજના અગ્રણી અને સાંસદ રમેશભાઈ ધડૂકના અધ્યક્ષસ્થાને કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાના હસ્તે ભૂમિપૂજન કરાશે.
મુખ્ય દાતા મૂળ ગોધમપુરના વતની, હાલ ભરૂચ કેમિકલ એન્જીનિયર, બાવનજીભાઈ વેકરીયા, અગ્રણી ઉદ્યોગપતિ, દિનેશભાઈ કુૃભાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિનભાઈ પેથાણી, પુર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફીયા, જીલ્લા ભાજપ પ્રમુખ કીરીટભાઈ પટેલનું સન્માન કરાશે. વિધાન સભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી આરોગ્ય મંત્રી કુમાર કાનાણી,
ધારાસભ્યજે.વી. કાકડીયા, હર્ષદભાઈ રીબડીયા, ફાલ્કન ગૃપના ધીરૂભાઈ સુેવાગિયા, ખોડલધામના ટ્રસ્ટી ડો.જી.કે.ગજેરા, બિલ્ડર એસોસીએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ભૂમિપૂજન કાર્યક્રમમાં ૮પ થી ૯૦ ગામના લેઉવા પટેલ સમાજના આગેવાનો હાજરી આપશે. કાર્યક્રમને સફળ બનાવવા મનુભાઈ વઘાસિયા, કાળુભાઈ વેકરીયા, રવજીભાઈ વઘાસિયા અલ્પેશભાઈ વઘાસિયા વગરેે કાર્યરત છે.