હોમગાર્ડના જવાનને પ્રતિદિન ૩૦૦ રૂપિયાના બદલે ૪૫૦ મળશે
ગાંધીનગર, ગુજરાત ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા રાજ્ય સરકારે મહત્ત્વનો ર્નિણય કર્યો છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવો પગાર વધારો જાહેર કર્યો છે. હોમગાર્ડ અને GRD જવાનના દૈનિક ભથ્થામાં વધારો કરાયો છે.
હવે હોમગાર્ડના જવાનને પ્રતિદિન ૩૦૦ રૂપિયાના બદલે ૪૫૦ રૂપિયા મળશે. જેથી ૧૫૦ રૂપિયાનો વધારો આપવામાં આવ્યો છે. આ સાથે GRD જવાનને પ્રતિદિન ૨૦૦ રૂપિયાના બદલે ૩૦૦ રૂપિયા આપવામાં આવશે.
૧ નવેમ્બર ૨૦૨૨થી હોમગાર્ડ અને GRDના જવાનોનો પગાર વધારો લાગુ પડશે. આ અંગેની જાહેરાત કરતા રાજ્યગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, જીઆરડી અને હોમગાર્ડના જવાનો માટે આજનો દિવસ દિવાળી જેવો બનશે.
હોમગાર્ડનાં સભ્યને પ્રતિદિન ૩૦૦નાં બદલે ૪૫૦ રૂપિયા મળશે. જીઆરડીનાં સભ્યાને હાલનાં પ્રતિદિન ૨૦૦ને બદલે ૩૦૦ રૂપિયા મળશે. માનદ વેતન સુધારાની અમલવારી ૧-૧૧-૨૦૨૨થી ગણવામાં આવશે.
નોંધનીય છે કે, હિમાચલપ્રદેશની ચૂંટણી સાથે જ ગુજરાતનું પણ ચૂંટણી થવાની શક્યતા સેવાઇ રહી છે. હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ ૮ ડિસેમ્બરે જાહેર થવાનું છે.
ત્યાં ૧૨મી નવેમ્બરના દિવસે મતદાન યોજાવવાનું છે. જ્યારે ૨૪ દિવસ પછી પરિણામ જાહેર થવાનું છે. તો આ ૨૪ દિવસ દરમિયાન ચૂંટણી પંચ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું આયોજન કરે તેવી પ્રબળ શક્યતાઓ છે. સામાન્ય રીતે ચૂંટણીમાં મતદાન થાય ત્યારબાદ ત્રણથી ચાર દિવસમાં જ પરિણામ જાહેર કરી દેવામાં આવે છે. તેવામાં હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં મતદાન પછી ૨૪ દિવસે પરિણામ જાહેર થવાનું છે.SS1MS