Western Times News

Gujarati News

ભારત જોડો યાત્રા પર કોંગ્રેસ નેતાએ કરેલા એક ટિ્‌વટથી ફજેતો થયો

હૈદરાબાદ, લખવાની એક નાની એવી ભૂલ ક્યારેક ક્યારેક બહું મોંઘી પડી જાય છે. આવું જ કંઈક તેલંગણામાં એક કોંગ્રેસ નેતા રોહિન રેડ્ડી સાથે થયું છે. તેમણે ભારત જાેડો યાત્રાને લઈને કરેલા ટિ્‌વટમાં ‘જાેડો’ની જગ્યાએ ‘તોડો’ શબ્દ વાપરી દીધો હતો.

જેના પર કોંગ્રેસ પાર્ટીએ શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. આપને જણાવી દઈએ કે, કોંગ્રેસના તેલંગણા રાજ્યના સચિવ ડો. રોહિન રેડ્ડી, જે હૈદરાબાદમાં ભારત જાેડો યાત્રાના કોઓર્ડિનેટર પણ હતા, ભારત જાેડો યાત્રામાં ભાગ લેવા આવેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે સાથે મુલાકાત કર્યા બાદ ટિ્‌વટ કર્યું હતું, જેમાં તેમણે આ ભૂલ કરી દીધી હતી.

અહીં ઉલ્લેખનિય છે કે, રોહિન રેડ્ડીએ પોતાના ટિ્‌વટર હેંડલ પરથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને રાજ્યના કોંગ્રેસ પ્રમુખ રેવંત રેડ્ડી તથા પાર્ટી મહાસચિવ કેસી વેણુગોપાલને ટેગ કરતા લખ્યું હતું કે, “ગર્વ અને મહાન ક્ષણ જ્યારે એઆઈસીસી અધ્યક્ષ ખડગેએ હૈદરાબાદમાં ભારત તોડો યાત્રા માટે મારા વખાણ કર્યા.

વખાણ કરવા બદલ આભાર સર” સાથે જ અન્ય એક નેતા સાથે લીધેલી તસ્વીર પર પોસ્ટ કરી હતી. સ્વાભાવિક રીતે આ ભૂલ થવા પર ધ્યાન આપ્યા વિના તેલંગણા કોંગ્રેસે તેને રીટ્‌વીટ કર્યું, જાે કે બાદમાં ભૂલ સમજાતા રોહિન રેડ્ડીએ પોતાનું ટિ્‌વટ હટાવી દીધું હતું અને તેને સુધારીને ફરી વાર ટિ્‌વટ કર્યું હતું. અહીં ઉલ્લેખનિય છે કે, રોહિન રેડ્ડીએ અન્ય એક ટિ્‌વટમાં પણ ભૂલ કરી હતી.

આ ટિ્‌વટમાં રોહિન રે્‌ડીએ લખ્યું હતું કે, ” દેશના સાચ્ચા નેતાની સાથે ચાલવા પર ગર્વ અને સૌભાગ્યની અનુભૂતિ થઈ રહી છે. જેમણે ભારત તોડો યાત્રાની સાથે સાથે રાષ્ટ્રને એકજૂટ કરવા માટે આ પદયાત્રાની શરુઆત કરી ” જાે કે, તેમના દ્વારા કરવામાં આવેલી આ ભૂલનું ટિ્‌વટ વાયરલ થતાં તેમણે આ ટિ્‌વટ હટાવી દીધા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.