પાલનપુર રેલવે સ્ટેશનથી મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા જવા રવાના
આસ્થા સ્પેશ્યલ ટ્રેનનું રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
(તસ્વીરઃ ભગવાનભાઈ સોની,પાલનપુર) ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ અને પેજ કમિટીના પ્રણેતા આદરણીય શ્રી સી.આર.પાટીલજી, પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજીની સૂચના અને માર્ગદર્શન મુજબ ઉત્તરપ્રદેશ ના અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામજી ના મંદિરે રામલલ્લાજી દર્શને પાલનપુર ખાતે થી ભક્તો મોટી સંખ્યામાં ‘અયોધ્યા દર્શન’ ‘આસ્થા સ્પેશિયલ ટ્રેન’ મારફતે રવાના થયા હતા.
અન્ન અને નાગરિક પુરવઠા તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર સાથે ગુજરાત ભાજપ ઉપપ્રમુખશ્રી નંદાજી ઠાકોર, બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા, ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર, રાજ્યસભાના પૂર્વ સાંસદશ્રી દિનેશચંદ્ર અનાવાડીયા, પ્રદેશ સંગઠન પ્રભારી મોરબી હિતેષભાઇ ચૌધરી, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી કનુભાઈ વ્યાસ, સંજયભાઈ બ્રહ્મભટ્ટ,
શ્રેયાંસભાઈ પ્રજાપતિ દ્વારા ટ્રેન ને પાલનપુર રેલવે સ્ટેશનથી આસ્થા સ્પેશ્યલ ટ્રેનને રાત્રે ૧૧ઃ૫૫ કલાકે પાલનપુર રેલ્વે સ્ટેશનથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. બનાસકાંઠાના અંદાજિત ૧૩૦૦ કરતા વધારે યાત્રાળુઓને આસ્થા સ્પેશ્યલ ટ્રેન અયોધ્યા ખાતે ભવ્ય શ્રી રામમંદિરના દર્શને લઈ જવા નીકળતા સમગ્ર રેલ્વે સ્ટેશન શ્રી રામના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
અયોધ્યા જતાં યાત્રાળુઓ આ જ ટ્રેન દ્વારા ભગવાન શ્રીરામના દર્શન કરીને પાછા ફરશે. આ સ્પેશ્યલ ટ્રેનમાં યાત્રાળુઓને આઇડી કાર્ડ, ટિકિટ, મુસાફર કીટ, જમવાનું, નાસ્તો, પાણી, સ્વાસ્થ્ય, સુરક્ષા તથા દરેક કોચમાં એક-એક કોચ ઇન્ચાર્જ જેવી વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પ્રસંગે મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે આસ્થા સ્પેશ્યલ ટ્રેન દ્વારા જતા ભક્તોની યાત્રા ફળદાયી, લાભદાયી અને સુખદાયી નીવડે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ૫૦૦ વર્ષની રામમંદિરની આપણી પ્રતીક્ષા દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૨ જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરીને પૂર્ણ કરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે રામભક્તોને આ સ્પેશ્યલ ટ્રેન દ્વારા પ્રસ્થાન કરાવતા ધન્યતા અનુભવુ છું.
આ પ્રસંગે પૂર્વ મંત્રી અને સંગઠનના પ્રમુખશ્રી કિર્તીસિંહ વાઘેલાએ ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે સૌની આસ્થાનું કેન્દ્ર ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે રામમંદિરનું નિર્માણ થતા આપણા સૌ માટે ખૂબ ગર્વની વાત છે. આ રામ મંદિરનું નિર્માણ એ કોઈ ઈમારતનું નહીં પરંતુ રામરાજ્યનું નિર્માણ થઈ રહ્યું છે.
આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેતભાઇ ઠાકરે અયોધ્યા ખાતે દર્શને જતાં સૌ રામભક્તોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરતાં રામરાજ્યનો નવો યુગ શરૂ થયો છે.