બેઠક વહેંચણી મામલે એક તરફી ર્નિણય ન લઈ શકાય : જયરામ રમેશ
કટિહાર, ઈન્ડિયાગઠબંધનમાં સીટ વહેંચણીનું કોકડુ હજુ પણ વણઉકેલાયેલું જ છે. સીટ વહેંચણીના ફસાયેલા પેચ માટે કોઈ સુખદ સમાધાન નથી આવ્યું. ત્યારે હવે ગઠબંધનમાં સીટ વહેંચણી પર ચાલુ થયેલા રાજકીય ઘમાસાણ પર કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે પ્રતિક્રિયા આપી છે. તેમણે ગઠબંધનમાં સામેલ પક્ષોને ચેતવણી આપતાં કહ્યું કે આ મુદ્દે બધાનો સમાન મત હોવો જાેઈએ.
ગઠબંધનમાં સીટની વહેંચણી અંગે કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે કહ્યું કે, હજુ સુધી અમારા તરફથી કોઈ ર્નિણય લેવામાં નથી આવ્યો. ગઠબંધનમાં સામેલ તમામ સભ્યોનો સમાન મત હોવો જાેઈએ. એકતરફી ર્નિણયો ન લઈ શકાય, ઈન્ડિયા ગઠબંધનમાં ત્રણ પાર્ટીઓ છે. જાે આ ત્રણેય પાર્ટી અલગ-અલગ લડવા માંગતી હોય તો સત્તાવાર રીતે તેની ઘોષણા કરવી જાેઈએ.
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, સીટ વહેંચણી પર હજુ અમે વિચાર કરી રહ્યા છીએ કે, ઈન્ડિયાગઠબંધન પશ્ચિમ બંગાળમાં પણ એક સાથે લડશે કે નહીં. SS2SS