Western Times News

Gujarati News

AMCના ભ્રષ્ટ અધિકારીને આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યો

અમદાવાદ, આખરે એસીબીએ અપ્રમાણસર મિલકતના કેસમાં એએસમીના વોર્ડ ઇન્સ્પેક્ટર પર કાર્યવાહી કરતા એએમસી તંત્રમાં હડકપ મચી ગયો છે .

ઇન્દ્રપુરી વોર્ડમાં એસ્ટેટ વિભાગમાં વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ પર રહેલા ભ્રષ્ટ અધિકારી સુનિલકુમાર રાણાને આખરે એએસમી સસ્પેન્ડ કરવામા આવ્યા છે. એસીબી દ્વારા અપ્રમાણસર મિલકત અંતર્ગત કેસ નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

એએમસીમાં ચાલતા ભ્રષ્ટાચાર મુદે વિપક્ષ કોંગ્રેસ પણ આક્રમક જોવા મળ્યુ હતું. વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ સહિત કોગ્રેસ કાઉન્સિલરોએ કમિશનર એમ થેન્નારસને આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી.

અમદાવાદ મ્યુનિ કોર્પોરશનને એસ્ટેટ વિભાગમા પાછલા ઘણા વર્ષોથી લાંચ રુશ્વતની ઘણી વાતો સાંભળવામા આવતી હતી. જેના સંદર્ભે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા એસ્ટેટ વિભાગના ટીડીઓ વિભાગના અધિકારીની તપાસ કરતા ટી.ડી.ઓ. વિભાગના વોર્ડ ઇન્સ્પેકટર સુનીલ રાણાની આવક અને મિલકતોનું ફોરેન્સીક ઓડીટ કરવામાં આવ્યુ હતુ.

જે રિપોર્ટમાં ચોકાવનારી વિગતો આવી હતી કે, સુનીલ રાણા તેમની સત્તારવાર આવક કરતા ૩૦૬ ટકા વધારે એટલે કે રૂ.૨.૭૫ કરોડની વધારે સંપત્તિ ધરાવે છે.

આ સંપત્તિ તેમની પત્ની અને સંતાનોના નામે રોકાણ કરવામાં આવી હતી. જેના આધારે એ.સી.બી.એ તપાસ શરૂ કરી છે અને મિલકતો ટાંચમાં લેવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

આ કેસ બહાર આવતા માની શકાય કે, અમદાવાદ મ્યુનિ. કો.ના એસ્ટટ ટી.ડી.ઓ. વિભાગમાં મોટા પાયે ભષ્ટ્રાચાર આચરવામાં આવી રહ્યો હોય.

આ સાથે જ જો યોગ્ય તપાસ કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ ટી.ડી.ઓ. વિભાગ સહિત તમામ વિભાગોમાં વ્યાપક ભષ્ટ્રાચાર જણાઇ આવી શકે છે. આ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવે છે કે, એસ્ટેટ ટી.ડી.ઓ. વિભાગ સહિત તમામ વિભાગોમાં યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ભષ્ટ્રાચાર રોકવામાં આવે.

ACB દ્વારા સુનિલકુમાર રાણા વિરૂદ્ધ અપ્રમાણસર મિલકતનો કેસ નોંધ્યો છે. વર્ષ ૨૦૧૦થી ૨૦૨૦ દરમિયાન તેમની આવક તેમના પગાર કરતા ૩૦૦ ટકાનો વધારો જોવા મળ્યો હતો. અંદાજીત ૨ કરોડ ૭૫ લાખની વધુ આવક સામે આવી હતી.

સુનિલકુમાર રાણા અગાઉ શાહપુર વોર્ડમાં પણ કાર્યકર્તા હતો જે સમયે ત્યાં પણ કરોડો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું સામે આવ્યુ હતું. સુનિલ રાણા તેમના પરિવારના સભ્યના નામે કરોડ રૂપિયાની મિલકત વસાવી હતી. એએસમી શાહપુર કાઉન્સિલર અકબર ભટ્ટીનો દાવો છે કે, સુનિલ રાણાની યોગ્ય તપાસ થાય તો આ આંકડો જે બહાર આવ્યો છે તેમા કદાચ વધારો થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.