રાજકોટમાં ચાલુ કારમાં શખ્સને આવ્યો હાર્ટ એટેક
રાજકોટ, હાર્ટ એટેકની ઘટનાઓ હવે દર્દનાક બની રહી છે. કોઈને ઊંઘમાં, તો કોઈને પૂજા કરતા, કોઈને ચાલુ ક્લાસમાં તો કોઈને ચાલુ નોકરીએ હાર્ટ એટેક આવી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં એસ્ટ્રોન ચોક પાસે ચાલુ કારમાં એક વેપારીને હાર્ટ એટેક આવ્યો હતો.
સમગ્ર ઘટનાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટના એસ્ટ્રોન ચોક પાસેથી પસાર થતી એક કારમાં એક શખ્સને હાર્ટ એટેક આવ્યો હતો. અંદાજિત ૫૦ કે ૫૫ વર્ષના વ્યક્તિને ચાલુ કારમાં એટેક આવતા સ્થાનિક લોકો દોડી ગયા હતા. જેથી એસ્ટ્રોન ચોક આસપાસના લોકો અને વેપારીઓ દોડી ગયા અને તાત્કાલિક કારમાંથી વ્યક્તિને ઊંચકીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબની બેદરકારીનો આરોપ ઉઠ્યો છે. ૬૨ વર્ષીય દિનેશભાઇ ગોંધિયા નામના દર્દીને તબીબે અન્ય બ્લડ ગ્રુપનું લોહી ચડાવતા રિએક્શન આવ્યું છે. બાઈકમાં ગિયર બદલવવા જતા દિનેશભાઈ પડી ગયા હતા, જેથી તેમને ઈજા થઈ હતી. જાંઘના ભાગે ઇજા થતા ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશનમાં ને બદલે મ્ બ્લડ ગ્રૂપ ચડાવતા રિએક્શન આવ્યું હતું. દર્દીને ઠંડી ચઢતા તાત્કાલિક બ્લડની બોટલ ઉતારી લેવામાં આવી હતી. હાલ દર્દી સારવાર હેઠળ છે.
રોડ ક્રોસ કરતા રાહદારીને બચાવવા જતા જેતપુરના જેતલસર ચોકરી પાસે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના બનાવમાં બાઇક ચાલક યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થતાં મોત નિપજ્યુ હતું.
અકસ્માતના બનાવમાં જીત મકવાણા નામના ૨૫ વર્ષીય બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતં. રાહદારીને અકસ્માતના બનાવમાં ઇજા પહોંચી હતી.મૃતકના મૃતદેહને પીએમ અર્થ સરકારી હોસ્પિટલ મોકલાયો છે.SS1MS