અરવલ્લી ગિરિમાળામાં દાવાનળ ફાટી નીકળ્યો
આગ લાગવાના કારણે દૂર દૂર થી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
અમદાવાદ, હાલમાં જ ઉત્તરાખંડના જંગલોમાં ભીષણ આગ લાગી હતી, જેને પગલે આર્મી બોલાવવામાં આવી છે અને એરફોર્સના હેલિકોપ્ટરમાંથી પાણી છાંટવામાં આવ્યું છે.
હવે આગની જ્વાળાઓ નૈનીતાલ હાઈકોર્ટ કોલોની સુધી પહોંચી છે. ત્યારે ગુજરાતના જંગલોમાં પણ ગરમીને કારણે આગ લાગવાની શરૂઆત થઈ છે. ઉત્તર ગુજરાતમાં આવેલ દાંતા તાલુકાના જંગલોમાં આગની ૩ ઘટનાઓ બની છે.
ભારે ગરમીને પગલે જંગલોમાં આગની ઘટનામાં વધારો થયો છે. ત્યારે અરવલ્લી ગિરિમાળામાં દાવાનળ ફાટી નીકળ્યો છે. પીપળાવાળી ગામ પાસેના જંગલમાં આગ ફાટી નીકળી છે. આગના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યાં છે. લોકો માટે જંગલના આ દ્રષ્યો ભયાવહ બની રહ્યાં છે.
લીલા વૃક્ષો આગની લપેટોમાં આવી ગયા છે. આ આગને કારણે જંગલમાં વસતા પ્રાણીઓની સુરક્ષા સામે ખતરો ઉભો થયો છે. અંબાજી દાંતાનું જંગલ રીંછ અભ્યારણ વિસ્તાર છે. દાંતા તાલુકામાં જડીબુટ્ટી અને વનસ્પતિને પણ આ આગથી નુકસાન થવાની સંભાવના છે.
બનાસકાંઠા જિલ્લા મા આવેલો દાંતા તાલુકો પહાડી અને જગલ વિસ્તાર થી ઘેરાયેલો છે. દાંતા અને અંબાજીના ચારે બાજુ પહાડો અને જંગલ વિસ્તાર આવેલો છે.દાંતા તાલુકો જંગલ અને પહાડી વિસ્તાર હોવાના કારણે અનેકો જંગલી જીવ જંતુઓ પણ વસવાટ કરે છે.
હાલ ગર્મીનો પ્રકોપ જોવા મળી થયો છે. ત્યારે ગર્મીમા અનેકો જગ્યાએ પહાડો અને જંગલ વિસ્તારમા આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે.
ત્યારે દાંતા તાલુકા ના જંગલ વિસ્તાર મા આગ લાગવા ની ધટના ફરી સામે આવી છે. બપોર અંબાજી નજીક આવેલા પીપળા વાળી ગામ પાસે જંગલ મા આગ લાગવા ની ધટના સામે આવી છે. અંબાજી થી દાંતા હાઈવે માર્ગ ઉપર પીપળા વાળી ગામ પાસે ના જંગલ મા આગ ના દ્રશ્યો સામે આવ્યા છે. આગ લાગવા ના કારણે દૂર દૂર થી ધુમાડા ના ગોટે ગોટા જોવા મળ્યા હતા.
જેથી આ આગનુ વિકરાળ રૂપ જોવા મળ્યુ હતું. જંગલ વિસ્તાર હોવાના કારણે આગ લાગવાથી ઘણા જીવજંતુ બળી જાય તેવી સંભાવના જોવા મળી રહી છે. દાંતા ના પીપળા વાળી ના જંગલમાં આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. ગરમીમા જંગલ વિસ્તારોમા આગ લાગવા પર રોકવા માટે વન વિભાગ યોગ્ય પગલા ભરવા જોઇએ તેથી જંગલ અને જંગલી જાનવરો સુરક્ષિત રહી શકે.