અભિનેત્રી અંકિતા લોખંડેએ જૂથવાદ સામે અવાજ ઊઠાવ્યો
મુંબઈ, અંકિતા લોખંડે ટીવીનો જાણીતો ચહેરો છે, તાજેતરમાં અંકિતા લોખંડે અને તેનાં પતિ વિતી જૈને બિગબોસમાં ભાગ લીધો હો, ત્યારે તો ઘણા ચર્ચા અને વિવાદોમાં રહ્યાં હતાં. અંકિતા કંગના રણૌત સાથે ‘મણિકર્ણિકા’ સહિતની ફિલ્મોમાં કામ પણ કરી ચૂકી છે. એ પછી તેણે રણદીપ હુડા સાથે સ્વાતંર્ત્ય વીર સાવરકરમાં પણ કામ કર્યું હતું. હવે વિકી જૈન પણ ‘ફૌજી’ સાથે ફિલ્મમાં ડેબ્યુ કરશે.
તાજેતરમાં આ કપલે એલ્વિશ યાદવના યૂટ્યુબ પોડકાસ્ટમાં ભાગ લીધો હતો, ત્યારે અંકિતાએ ઇન્ડસ્ટ્રીમાં જૂથવાદ અંગે પણ વાત કરી હતી. અંકિતાએ કહ્યું, “લોકોને કોઈ પક્ષપાત નથી હોતો પરંતુ હા એવા લોકો ચોક્કસ હોય છે જેમને પોતાના જ લોકો સાથે આગળ વધવું હોય છે.
જૂથવાદ ચોક્કસ છે.”આ વખતે એલ્વિશે કટાક્ષમાં મજાક કરતાં કહ્યું, “કરણ જોહરને આવું ન કહેશો.”ત્યારે અંકિતાએ તરત જ કહ્યું, “બધાં એવા જ છે, માત્ર કરણ નહીં. મને લાગે છે કે દરેકનું પોતાનું એક ગ્‰પ હોય છે.”
આ બાબતે વિકી જૈને પણ કહ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં લોકોને એવા લોકો સાથે કામ કરવું હોય છે, જેમને તેઓ પહેલાંથી જ ઓળખતા હોય, તેથી તેઓ બહારના કોઈ વ્યક્તિને તક આપવામાં માનતા નથી.
અંકિતા હાલ વૅબ સિરીઝ ‘આમ્રપાલી’ની તૈયારી કરી રહી છે, જેમાં તે પૌરાણિક વૈશાલીની એક રાજનર્તકીનો રોલ કરશે. આ સિરીઝ સંદીપ સિંઘ ડિરેક્ટ કરશે. હાલ તે લાફ્ટર શેફની બીજી સીઝન માટે પણ કામ કરી રહી છે.SS1MS