Western Times News

Gujarati News

અભિનેત્રી રશ્મિકા મંદાના-વિજય દેવરકોંડાનું પેચઅપ

મુંબઈ, આશરે બે વર્ષ પહેલા બ્રેકઅપ કર્યા બાદ સાઉથ બ્યૂટી રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાને પોતાની ભૂલ સમજાઈ હોય તેમ લાગી રહ્યું છે. મળેલી માહિતી પ્રમાણે, બંનેને ફરીથી એકબીજા પ્રત્યેના પ્રેમનો અહેસાસ થયો છે અને તેમણે પેચઅપ કરી લીધું છે.

તમને જાણીને નવાઈ લાગશે પરંતુ, તેમનું પેચઅપ કરાવવા પાછળનું કારણ વિજય દેવરકોંડાની અનન્યા પાંડે સાથેની બહુચર્ચિત ફિલ્મ ‘લાઈગર’ની નિષ્ફળતા છે. એક્ટરે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, ‘લાઈગર’ની નિષ્ફળતાથી તેને ફટકો પડ્યો છે, જાે કે તે ખૂબ જલ્દી તેમાથી બહાર આપશે અને બધું ભૂલીને આગળ વધશે.

રશ્મિકાની તેના જીવનમાં એન્ટ્રી ઓક્સિજનની જેમ થઈ છે, જેની વિજયને કમબેક કરવા માટે ખૂબ જરૂર હતી. જણાવી દઈએ કે, હાલ બંને એકબીજા સાથે માલદીવ્સમાં રોમેન્ટિક વેકેશન એન્જાેય કરી રહ્યા છે.

વિજય દેવરકોંડા હાલમાં જ જ્યારે કરણ જાેહરના ચેટ શો કોફી વિથ કરણ ૭નો મહેમાન બન્યો ત્યારે તેનું રિલેશનશિપ સ્ટેટસ સિંગલ હોવાનું કહ્યું હતું. આટલું જ નહીં રશ્મિકા મંદાનાને તેણે ‘ડાર્લિંગ’ કહી હતી. તો એક્ટ્રેસે તેને ડેટ કરવાના રિપોર્ટ્‌સ પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, મને આ વાત ક્યૂટ લાગે છે. મને લાગે છે કે, અયૌ બાબુ. આ તો ક્યૂટ છે.

અમારા કરિયરની શરૂઆતમાં વિજય અને મેં સાથે ઘણું કામ કર્યું હતું. બંનેએ ઈન્ડસ્ટ્રીમાં જ્યારે શરૂઆત કરી ત્યારે અહીંના કલ્ચર વિશે જાણતા નહોતા. કેટલીક બાબતોમાં અમારા વિચારો મળતા આવે છે અને તેથી અમે મિત્રો બની ગયા. અમારા બંનેના કેટલાક કોમન મિત્રો પણ છે, જેના કારણે અમે જલ્દી મિત્રો બની ગયા. તેથી, જ્યારે દુનિયા કહે છે કે ‘રશ્મિકા અને વિજય સાથે છે’ તે મને ક્યૂટ લાગે છે.

રશ્મિકા મંદાનાએ અગાઉ રક્ષિત શેટ્ટી સાથે સગાઈ કરી હતી. ડેબ્યૂ ફિલ્મ કિરિક પાર્ટીમાં (૨૦૧૬) સાથે કામ કર્યા બાદ બંનેએ ડેટ કરવાનું શરૂ કર્યું હતું અને જુલાઈ ૨૦૧૭માં સગાઈ કરી હતી.

જાે કે, કોઈ ઈશ્યૂ થતાં સપ્ટેમ્બર ૨૦૧૮માં સગાઈ તોડી નાખી હતી. ત્યારથી રશ્મિકા મંદાનાનું નામ વિજય દેવરકોંડા સાથે જાેડવામાં આવી રહ્યું છે. બંનેએ ગીતા ગોવિંદમ (૨૦૧૮) અને ડિયર કોમરાડમાં (૨૦૧૯) સાથ કામ કર્યું હતું. લાઈગરએ વિજય દેવકોંડાની ડેબ્યૂ હિંદી ફિલ્મ હતી અને તેની પાસેથી તેને ઘણી અપેક્ષા હતી. જાે કે, બોક્સઓફિસ પર જાદૂ કરી શકી નહીં.

બીજી તરફ રશ્મિકા મંદાનાની અમિતાભ બચ્ચન સાથેની બોલિવુડ ડેબ્યૂ ફિલ્મ ‘ગુડબાય’ પણ હાલમાં જ રિલીઝ છે અને તે પણ કંઈ ખાસ ઉકાળી શકી નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.