યુવાનોમાં કોફીનું વળગણ વધ્યું
કોફી ….એક આદત –આજકાલ દરેક ચાર રસ્તે કે મોકાની જગ્યાએ ખુલેલા કોફીટેરિયા આપણને યુવાનો થી ખીચોખીચ ભરેલા જાેવા મળે છે .એ વાત એટલી જ સત્ય છે કે , છેલ્લા કેટલાંક સમયથી યુવાનોમાં કોફીનું વળગણ વધ્યું છે .કોફીટેરિયા માં બેસી યુવાનો કલાકો સુધી વાતો કરતા નજરે પડે છે .વાતો , ચર્ચા કે ગપ્પા મારતાં મારતાં એ લોકો બે -ત્રણ કપ કોફી પી લેતા હોય છે ….ધીમે ધીમે આ આદત બની જાય છે .આ આદત કેટલી નુકસાન કારક છે તેનો તેમને અંદાજ પણ હોતો નથી .
Coffee addiction increased among the youth
એ જાણવું જરૂરી છે કે કોફીની આદત કેમ પડે છે ..?
મોટાભાગે લોકો કોફી દૂધ સાથે અથવા પાણી સાથે લેતા હોય છે . કોફી પીતા વ્યક્તિ નો મૂડ બદલાય છે સાથે સાથે એકાગ્રતા વધે છે એવું સંશોધનમાં જાણવા મળ્યું છે .કોફીના રહેલું કેફીન નામનું તત્વ વ્યક્તિમાં એલર્ટનેસ લાવે છે એ હકીકત છે ,
પણ કોફી યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં લેવાય એ જાણવું અને સમજવું એટલું જ અગત્ય નું છે .
એક કપ કોફીમાં ૧૦૦ મિલીગ્રામ કેફીન હોય છે જે આપણે ૬ કલાક સુધી જાગ્રત રાખી શકે એવી ક્ષમતા ધરાવે છે . આપણું એનેર્જીલેવલ પણ ઊંચું રાખે છે.વ્યક્તિ જાે વધુ માત્રા માં કોફી લે તો બેચેની અને ધ્રુજારી કે કંપન નો પ્રોબ્લેમ શરૂ થાય છે જે એક ચિંતાનો વિષય છે .
જે જગ્યાએ આપણને વધુ ગતિની જરૂર પડે છે એવી હરીફાઈઓ પહેલા લેવાતી બ્લેક કોફી ખુબ સારું પરિણામ આપે છે અને વધુ ગતિમય તમને બનાવે છે . સ્પોર્ટ્સમેન જાે યોગ્ય માત્રા માં બ્લેક કોફી જેમાં માત્ર પાણી અને કોફી પાવડર જ મેળવેલા હોય એવી કોફી એના મસલ્સના સંઘર્ષ ને ઓછો કરે છે જે એક રમતવીર માટે ખુબ જરૂરી છે .
જીમમાં કસરત કરતા વ્યક્તિ કસરત કરવાના ૨ કલાક પહેલાં બ્લેક કોફીની સેવન કરે તો એમનામાં શક્તિ નું પ્રમાણ વધે છે .
ન્યુરોલોજી પણ એવું માને છે કે મગજને લગતી અમુક બીમારીઓમાં બ્લેક કોફી સુંદર પરિણામ આપે છે . ડિપ્રેશન . એન્જાઈટી જેવી માનસિક સ્થિતિઓ માં માનવીને પોઝિટિવ રાખવાનું કામ કોફી કરે છે
….કદાચ એટલેજ આપણને કોફીના બંધાણીઓ ઠેર ઠેર મળી જાય છે . યુવાનો માં કોફીનો ક્રેઝ એટલે વધતો જાેવા મળે છે .વારંવાર ચીજાે કે વાત ભૂલી જવાની બીમારી ધરાવનાર જાે યોગ્ય માત્રામાં બ્લેક કોફી નું સેવન કરે તો એની એલર્ટનેસ માં વધારો થાય છે .
બ્લેક કોફીના ફાયદાઓ તો છેજ પણ સાથે સાથે ગંભીર ચેતવણીઓ પણ જાણવી જરૂરી છે . બ્લેક કોફીનું સેવન વધુ પડતું કરવાથી બ્લડ પ્રેસર માં વધારો થાય છે .કેફીન નું શરીરમાં વધતું જતું પ્રમાણ વ્યક્તિના હદયના ધબકારા વધારે છે અને ગભરામણ અને ગુંગળામણ જેવું અનુભવાય છે એવું કેટલાક માને છે .આ એક માત્ર સર્વે છે અને સંશોધન છે જે દરેક વ્યક્તિ દીઠ અલગ અલગ હોઈ શકે છે .
કોફી લેવાથી વ્યક્તિના યુરિનની માત્રા માં ઓચિંતો વધારો થાય છે જે સારી બાબત નથી .મોટી ઉંમરની સ્ત્રીઓ એટલેકે પિસ્તાલીસ વર્ષથી ઉપર ની મહિલાઓ કે જે ,મેનાપોઝ સ્લોટની નજીક હોય છે એમને કોફીના સેવનથી દૂર રહેવું જાેઈએ .કોફી લેવાથી તેમનામાં મૂડસ્વીંગ નો પ્રોબ્લેમ ક્રોનિક સ્ટેજ ની નજીક જવા લાગે છે .
સ્ત્રીઓની અંદર શરીર ના તાપમાન માં અણધાર્યા ફેરફારો થયા કરે છે ….જે ડોકટરી તપાસ નો વિષય બની રહે છે .કોફીની એક વાર આદત પડ્યા બાદ જાે તમે અચાનક એને બંધ કરી દો તો ,આપને માથાનો દુખાવો કે ભૂખ ન લાગવી જેવા બીજા કેટલાક પ્રોબ્લેમ્સ ઉભા થાય છે .એટલે વ્યક્તિએ કોફીનું નિયમિત સેવન કરી એને આદત બનાવવાનું ટાળવું જાેઈએ.
સાંજ પછી લેવાતી કોફી આપની ઊંઘમાં જરૂર ધટાડો કરે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે . કેટલાક લોકો જમ્યા બાદ તરત બ્લેક કોફી પીવે છે તેઓ માને છે કે તેમ કરવાથી તેમનું વજન નિયત્રંણ માં રહશે , પણ આ ટેવ કેટલાક માં એસીડીટી અને બેચેની માં ખાસો વધારો કરે છે .સમય જતા કેટલાકને આંતરડાનું અલ્સર થયાના દાખલા છે . નાની ઊંમરની યુવતીઓ જાે વધુ પ્રમાણ માં કોફી લે તો એમની માતૃત્વ ધારણ કરવાની ક્ષમતા માં ધટાડો થાય છે .આજકાલ વધતા જતા આઇવીએફ સેન્ટરો એવી ગવાહી છે .
તો હવે જાણીયે કેટલાં કપ કોફી એક દિવસમાં પીવી યોગ્ય છે તો જાણીતી સંસ્થાના સર્વે મુજબ એક પુખ્ત વ્યક્તિ દિવસના માત્ર બે કપ કોફી પીવે તો એ યોગ્ય છે ….એનાથી વધુ કોફી પીવાનું ટાળવું જાેઈએ .કેફીન આપણને ડાર્ક ચોકલેટ કે અમુક એનર્જી ડ્રિન્ક માંથી મળી શકે છે , પણ એનો ઉપયોગ સંયમિત રીતે કરવો જાેઈએ જેથી કોફીના વધુ પડતાં ઉપયોગના નુકશાન થી બચી શકાય .
યુવાનો એકબીજાની દેખાદેખી કરીને અથવા રિચ અને ડીસન્ટ દેખાવા કોફી પીવાની આદતમાં ઘેરાય છે ,પણ આમ ન કરતા એનેર્જી ડ્રિન્ક તરીકે લીંબુપાણી , નારિયેળપાણી , ફ્રેશ ફ્રૂટ જ્યુસ કે છાસ નો ઉપયોગ કરી તરોતાજા જરૂર રહી શકાય છે .
કોઈ પણ જાતની આડઅસર વિનાના આ દેશી ડ્રિંક્સ સ્વાસ્થયવર્ધક પણ છે જ માટે એનો ઉપયોગ બહોળા પ્રમાણ માં કરવો જાેઈએ .જેમાં આપણી સાચી સમજદારી છે . યુવાનોને કદાચ આ વાત યોગ્ય નહીં લાગે પણ એનર્જી ડ્રિન્ક તરીકે કોફીના ઉપયોગ અંગે વિચારવાનો સમય આવી ગયો છે .