Western Times News

Gujarati News

શો છોડ્યા બાદ મેકર્સે શૈલેષ લોઢાને ન ચૂકવી બાકી ફી

મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા લાંબા સમયથી ટીવી સ્ક્રીન પર પ્રસારિત થઈ રહ્યો છે અને આ દરમિયાન તેની કાસ્ટમાં ઘણા ફેરફાર થયા છે.

સતત ૧૪ વર્ષ સુધી કામ કર્યા બાદ તારક મહેતાના પાત્રમાં જાેવા મળેલા શૈલેષ લોઢાએ જ્યારે શોને અલવિદા કહ્યું ત્યારે દર્શકોને જબરદસ્ત આંચકો લાગ્યો હતો. તેમની એક્ઝિટ પાછળ ઘણી અટકળો લગાવવામાં આવી. કેટલાક રિપોર્ટ્‌સમાં મેકર્સ સાથે તેમના ઝઘડો થયો હોવાનું કહેવામાં આવ્યું તો કેટલાકમાં નવા શોના કારણે તેમણે આ ર્નિણય લીધો હોવાનો ઉલ્લેખ કરાયો હતો.

જાે કે, ચોક્કસ કારણની પુષ્ટિ હજી સુધી થઈ નથી. તેઓ શો છોડીને ગયા તેને છ મહિના થઈ ગયા છે અને તેમનું સ્થાન સચિન શ્રોફે લઈ લીધું છે. આ બધાની વચ્ચે એક ચોંકાવનારી ખબર સામે આવી છે. જે મુજબ TMKOCના મેકર્સે હજી સુધી એક્ટરને બાકીની ફી ચૂકવી નથી. રિપોર્ટ પ્રમાણે, શોના મેકર્સે શૈલેષ લોઢાને એક વર્ષ કરતાં વધુ સમયથી તેમની ફી આપી નથી.

તેઓ તેમના પૈસા ક્યારે મળશે તેની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. પરંતુ પ્રોડ્યૂસર આસિત મોદી આ અંગે કોઈ ધ્યાન આપી રહ્યા નથી. સૂત્રોના આધારે છાપવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે,એક્ટરે શો એટલા માટે છોડ્યો હતો કારણ કે મેકર્સ સાથે તેમનો ઝઘડો થયો હતો. તેઓ શોમાં અપમાનિત હોવાનું અનુભવતા હતા. તેથી, કોઈ પણ નોટિસ વગર શો છોડી દીધો હતો.

ત્યારથી તેમણે આ અંગે મૌન સેવીને રાખ્યું છે. શૈલેષ લોઢા એક માત્ર એક્ટર નથી જેમને બાકીની ફી ચૂકવવામાં ન આવી હોચ. ‘અંજલીભાભી’ના રોલમાં જાેવા મળેલી નેહા મહેતાને પણ મેકર્સ પાસેથી ૩૦થી ૪૦ લાખ લેવાના બાકી નીકળે છે.

તેણે કોરોના મહામારીના કારણે લાગુ કરાયેલા લોકડાઉન વખતે શો છોડ્યો હતો. ટપ્પુના રોલમાં જાેવા મળેલો રાજ અનડકટ પણ આ જ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે, શૈલેષ લોઢાને મેકર્સ પાસેથી જે બાકી લેવાની રકમ નીકળે છે તે છનો આંકડો ધરાવે છે.

જ્યારે તેમને આ વિશે પૂછવામાં આવ્યું તો કહ્યું હતું કે ‘કંઈક નવું હોય તો મને જણાવો’. આડકતરી રીતે તેમણે પણ આ વાતની પુષ્ટિ કરી હોય તેમ લાગે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઘણા સમયથી વિવાદમાં છે.

હાલમાં જ રાજ અન઼ડકટે પણ શો સાથે તેની જર્નીનો અંત આવ્યો હોવાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી. આ પહેલા દિશા વાકાણી, ગુરુચરણ સિંહ જેવા કલાકારો પણ અલવિદા કહી ચૂક્યા છે. માલવ રાજદા, જેઓ ડિરેક્ટર હતા તેઓ પણ આસિત મોદીનો સાથ છોડી નવા શો સાથે જાેડાયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.