ઇકો ગાડીએ યુવકને અકસ્માત બાદ 200 મીટર જેટલો ઢસડ્યો
SG હાઈવે પર ઈકો કારે અડફેટે લેતા ૧૫ વર્ષીય કિશોરનું મોત
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે. તેમાં પણ એસજી હાઇવે પર વધુ અકસ્માતો થાય છે. અગાઉ ૧૦ મેના રોજ સવારે ૧૦ઃ૩૦ વાગ્યે થયેલા અકસ્માતમાં ૧૫ વર્ષીય વિદ્યાર્થી અમનનું મોત નીપજ્યું હતું. જેમાં પૂરઝડપે જઈ રહેલી એક ઇકો ગાડીએ અમનને ૨૦૦ મીટર જેટલો ઢસડતા તે ગંભીરપણે ઘાયલ થયો હતો.
સોલા સિવિલ હોસ્પિટલની બનેલા આ બનાવમાં માતા-પિતા વગરના અમનનું સોલા સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. પરિવારે હોસ્પિટલમાં પુરતી સુવિધા ન હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.બીજીતરફ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસે ઇકો કાર કબ્જે કરી છે, જ્યારે તેનો ચાલક ફરાર છે. પોલીસે તેની શોધખોળ કરી રહી છે.
અમદાવાદના રબારી કોલોની વિસ્તારમાં રહેતો અમન રોજ સવારે ૯ વાગ્યે અમન ઘરેથી નીકળી મેટ્રોમાં એસજી હાઈવે ઉપર આવેલી આરસી ટેÂક્નકલ કોલેજમાં અભ્યાસ કરવા માટે જતો હતો. રોજની જેમ શુક્રવારે સવારે પણ કોલેજ પહોંચ્યો હતો. આ દરમિયાન અમન મિત્ર સાથે હાઈવે સાઈડની બાજુ રોડ પર કરવામાં આવેલા સફેદ પટ્ટાની અંદરની સાઈડ ઊભો હતો.
તે સમયે પૂરપાટ ઝડપે એક ઇકો ગાડી અમને ઢસડીને ૨૦૦ મીટર દૂર સુધી લઈ ગઈ હતી. બમ્પ આવતાં ગાડી ઊછળતા આગળ અને પાછળના ટાયર અમનની છાતી પરથી ફરી વળ્યાં હતાં. જેમાં અમનના પીઠના ભાગની ચામડી ઊખડી ગઈ હતી. આ બનાવ નજીકના એક ઢાબા પર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થય હતો. અકસ્માત થતા લોકો દોડી આવ્યા હતા
અને અમનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. તેના મિત્રને પણ સામાન્ય ઇજા પહોંચી હતી. ઇકો ગાડીના ચાલકે ફક્ત અમન અને તેના મિત્રને જ નહીં પરંતુ અન્ય બાઈકચાલકને પણ અડફેટે લીધો હતો.