યુવતીએ પ્રેમલગ્ન કરી લીધા બાદ પડોશીઓના સંબંધ બગડતાં મામલો બીચક્યો
યુવતીએ પાડોશી યુવક સાથે પ્રેમલગ્ન કરી લેતાં સંબંધ ખાટા થઈ ગયા હતા ઃ યુવતીની માતા અને ફોઈએ કંકુ-ચોખા મામલે બૂમાબૂમ કરી હતી-મંત્રેલાં કંકુ ચોખા નાખવાના મુદ્દે પાડોશીઓ બાખડ્યાઃ ત્રણ ઘાયલ
અમદાવાદ, યુવતીએ પ્રેમલગ્ન કરી લીધા બાદ પડોશીઓના સંબંધ ખાટા થઈ જતાં મામલો બીચક્યો હોવાની ઘટના સામે આવી છે. ઓઢવ ગામમાં આવેલી ગણેશ કોલોનીમાં રહેતાં ગીતાબહેન જાદવે ઓઢવ પોલીસ સ્ટેશનમાં પાડોશમાં રહેતાં જીવાભાઈ, કંચનબહેન, સુરેશભાઈ અને વર્ષાબહેન વિરુદ્ધ ડંડા વડે હુમલાની ફરિયાદ કરી છે. ગીતાબહેનના પતિ બે વર્ષ પહેલાં મરણ પામ્યા છે.
જ્યારે તેમને સંતાનમાં એક દીકરો અને દીકરી છે. ગીતાબહેનની દીકરી ઉર્વશીએ તેની પાડોશમાં રહેતાં ઉમેશ નામના યુવક સાથે ચાર વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યાં છે. ગીતાબહેનની બાજુના મકાનમાં તેમની નણંદ ભાવનાબહેન રહે છે. ગીતાબહેન ઘરે હાજર હતાં ત્યારે ભાવનાબેન ઘરની સાફસફાઈ કરી રહ્યાં હતા. તેઓ સાફ સફાઈ કરતાં ત્યારે ભાવનાના ઘરની આગળ કંકુ વાળા ચોખા પડ્યા હતા.
ચોખા જોતાંની સાથે જ ભાવનાબહેને બૂમાબૂમ કરી દીધી હતી કે મારા ઘરની આગળ કોણે કંકુવાળા ચોખા નાખ્યા છે. ભાવનાબહેનની બૂમો સાંભળતાં ગીતાબહેન ઘરની બહાર દોડી આવ્યાં હતા અને પાડોશમાં રહેતા જીવાભાઈ અને કંચનબહેન પણ આવી ગયા હતા જીવાભાઈ અને કંચનબહેને ભાવના સાથે બબાલ શરૂ કરી દીધી હતી અને તમે કોને કહો છો તેમ કહીને ગાળો બોલવા લાગ્યા હતા.
જીવાભાઈ અને કંચનબહેનનો અવાજ આવતાં સુરેશભાઈ અને તેમના પત્ની વર્ષાબહેન પણ બહાર આવી ગયા ગયા. ચારેયે ભેગા મળીને ભાવનાબહેન સાથે મારઝૂડ કરી હતી. ગીતાબહેન ભાવનાબહેનને બચાવવા માટે વચ્ચે પડ્યાં હતાં જેમાં સુરેશભઆઈ ઘરેથી ડંડો લઈને આવ્યા હતા. સુરેશભઆઈ સહિતના લોકો ભાવનાબહેન અને ગીતાબહેનને ડંડાથી માર માર્યાે હતો અને તેમના કપડાં ફાડી નાખ્યા હતા.
ગીતાબહેનની ફરિયાદ બાદ સુરેશભાઈએ પણ ઓઢવ પ ોલીસ સ્ટેશનમાં ગીતાબપહેન, ભાવના સહિતના લોકો વિરુદ્ધ ફરિયાદ કરી છે સુરેશભાઈ મકવાણા રત્નકલાકાર છે અને સંયુક્ત પરિવારમાં રહે છે. સુરેશભાઈના ભાણિયાએ ગીતાબહેનની દીકરી ઉર્વશી સાથે લગ્ન કર્યાં છે. જે હાલ નિકોલ ખાતે રહે છે. સુરેશભાઈના મોબાઈપર ફોન આવ્યો હતો કે ઉર્વશીની માતા અને ફોઈ બબાલ કરી રહ્યાં છે.
પ્રેમ લગ્ન કર્યા હોવાનો વિવાદ ઉભો કરીને ગીતાબહેન અને ભાવનાબહેને બબાલ ઉભી કરી હતી. સુરેશભાઈએ ગાળો બોલવાની ના પાડતાં ભાવનાબહેનનો દીકરો મંથન ગીતાબહેનનો દીકરો આકાશ ડંડો લઈને આવ્યા હતા અને મારવાનું શરૂ કરી દીધું હતું. સુરેશભાઈ, વર્ષાબહેન તેમજ તેમના માતા કંચનબહેન અને પિતા જીવાભાઈ પર હુમલો કરી દીધો હતો.
સુરેશભાઈને માથામાં ડંડો વાગતાં તે લોહીલુહાણ થઈ ગયા હતા. આડોશપાડોશના લોકોએ મમલો સાંત કરાવ્યો હતો અને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાં આવ્યા હતા.