સિંહનાં ટોળા જોયા બાદ હવે સિંહબાળનાં ટોળા જોવા મળ્યા

અમરેલી, અમરેલી, જૂનાગઢ, સોમનાથ જિલ્લામાં સિંહનો વસવાટ છે. સિંહ સહિતનાં વન્ય પ્રાણીઓ ગામડાઓ સુધી પહોચી ગયા છે. શિકારની શોધમાં રાત્રીનાં ગામડાની ગલીઓમાં સિંહ ફરતા જાેવા મળે છે.
તેમજ ગામમાં સિંહ આવી ચઢયાનાં વીડિયો વાયરલ થતા રહે છે. ત્યારે સાવરકુંડલા તાલુકાના મેવાસા ગામ પાસે સાત સિંહબાળ રોડ ઉપર લટાર મારતા વીડિયો વાયરલ થયો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મેવાસા અને નાની વડાળ વચ્ચે જંગલ વિસ્તારમાં રોડ વચ્ચે એક સાથે સાત સિંહબાળ પસાર થઈ રહ્યાં હતાં.
જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બીડ વિસ્તારમાંથી પસાર થતા વ્યક્તિએ આ વીડિયો કેમેરામાં કેદ કર્યો હતો. આ વીડિયો નાની વડાળ ભીડ વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયો છે. અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં સિંહ પરિવાર લટાર મારતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. તેમજ શિકારની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. આજે સિંહ જંગલનાં સીમાડા વટાવીને ગામડા સુધી પહોચી ગયા છે અને પશુઓનો શિકાર કરતા હોય છે. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થાય છે.SS1MS