અમદાવાદઃ મોડી રાતેે યુવકને છરીના ઘા મારી ત્રણ શખ્સોએ લૂંટી લીધો
સાબરમતીનો ચોંકાવનારો બનાવઃ યુવક બાઈક લઈને ઘરે જતો હતો ત્યારેેે ત્રણ લુંટારૂઓએ તેને રોકીને હુમલો કરી દીધો હતોઃ ઈજાગ્રસ્ત યુવક પોતાનું બાઈક ચલાવીને સારવાર માટે હોસ્પીટલ પહોંચ્યો!!
(એજન્સી) અમદાવાદ, અમદાવાદ પોલીસ ચૂંટણી બંદોબસ્તમાં વ્યસ્ત છે ત્યારે લંૂૃટારૂઓ, તસ્કરો અને ગુનેગારોને મોકળુ મેદાન મળી ગયુ હોય એમ લાગી રહ્યુ છે. શાહપુરમાં ર.૮૧ કરોડના દાગીનાની લુંટ કેસનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી ત્યાં સાબરમતી વિસ્તારમાં છરી મારીનેેે એક યુવકને લૂંટી લેેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લુંટારૂઓ બિંધાસ્ત રીતે યુવકનેે અવાવરૂ જગ્યા પર લઈ ગયા હતા. ત્યારબાદ તેના પર છરી વડે હુમલો કરીને લૂંટી લીધો હતો. ચૃટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ક્રાઈમ રેટ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં પોલીસ શહેરની સુરક્ષા કેવીવ રીતે કરશે એ એક ગંભીર પ્રશ્ન બન્યો છે.
મોડી રાતેે રોડ પર નીકળતા અમદાવાદીઓને ડર લાગી રહ્યો છેે. કારણ કે ગમે ત્યારે ચેઈન સ્નેચર, મોબાઈલ સ્નેચર કે પછી લુૃંટારૂઓનો ભોગ બની શકે છે. બાઈક પર પુરઝડપે આવીને ગઠીયાઓ મોબાઈલ, પર્સ કે ચેઈન તોડીને નાસી જાય છે. જેની સામે પોલીસ મુક પ્રેક્ષક બનીને જાેઈ રહે છે. ગઈકાલેેેે એક યુવક રાતે ઘરે જતો હતો ત્યારેે ત્રણેક શખ્સોએે તેને રોક્યો હતો. ત્યારબાદ છરીના ઘા ઝીંકીને લુટી લીધો હતો.
ત્રણેય શખ્સોએ યુવકનુૃ પર્સ લૂૃંટી લીધુ હતુ. ત્યારબાદ મોબાઈલ ફોન જમીન પર પછાડીનેેે નાસી ગયા હતા. ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતા અને મૂળ મહીસાગર જીલ્લાના હોસલિયા ગામના રહેવાસી એવા હેમિલ ભટ્ટેે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે લૂંટની ફરીયાદ નોંધાવી છે. હેમિલ ભટ્ટ તેમના પરિવાર સાથે રહે છે. અને સાણંદ ખાતે આવેલી ટાટા મોટર્સ કંપનીમાં એપ્રેન્ટીસશિપ કરે છે. ગઈકાલેેે હેમિલ બપોરે એપ્રેન્ટીસશીપ કરવા માટેે ગયા હતા. અને રાતે ઘરે પરત ફરી રહ્યા હતા. મોડીરાતેેેેે એકાદ વાગ્યાની આસપાસ તેઓ સાબરમતીના ન્યુ રાણીપ આર્ય વિલા ફલેટ આગળ પહોંચ્યા હતા. જ્યાં ત્રણ શખ્સોએ અચાનક બઈક લઈને તેમની પાસે આવી ગયા હતા.
ત્રણેયે શખ્સોએ તેમનું બાઈક સાઈડમાં પાર્ક હતુ. અને તેમણેેે હેમિલને રોકી લીધોે હતો. ત્રણેયે શખ્સો હેમિલના બાઈકને રોકી કહેવા લાગ્યા હતા કે તારી પાસે જે હોય તે અમને આપી દે. હેમિલેે ત્રણેય શખ્સોને કંઈ પણ વસ્તુ આપવાની ના પાડી દીધી. તો આ શખ્સોએેે તેને માર મારવા લાગ્યા હતા. ત્રણેય શખ્સો તેનેેે મારતા મારતા બાઈક ઉપરથી ખેચી રોડની સાઈડમાં આવેલી ખુલ્લી જગ્યામાં લઈ ગયા હતા. જ્યાં તેમને ફરીવાર મારવા લાગ્યા હતા. હેમિલને એટલી હદે માર માર્યો હતો કે તે ઉભો પણ નહોતો થઈ શકતો. દરમ્યાનમાં ત્રણ શખ્સોમાંથી એક શખ્સે તેના ખિસ્સામાં હાથ નાંખી પાકીટ અને મોબાઈલ ફોન લઈ લીધો હતો. સાબરમતી પોલીસે ત્રણેય શખ્સો વિરૂધ્ધ લૂુંટની ફરીયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.