Western Times News

Gujarati News

અમદાવાદ મેયર- કમિશનરે સફાઈ ઝુંબેશમાં શ્રમદાન કર્યું

સોલિડ વેસ્ટ વિભાગે ૭ દિવસમાં ૬૨૧.૨૪ મેટ્રિક ટન કચરાનો નિકાલ કર્યાે

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પાે. દ્વારા ૬૦ દિવસ સ્વચ્છતાના કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે ૧૧ થી ૧૭ ઓક્ટોબર દરમ્યાન સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા સઘન ઝુંબેશ ચલાવી ૬૦૦ ટન કરતાં વધુ કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે.

સદર સ્વચ્છતા કાર્યક્રમમાં મેયર, ડે. મેયર, સ્ટે. કમિટી ચેરમેન સહિતના મહાનુભાવોએ ભાગ લીધો હતો.
અમદાવાદ મ્યુનિ. કોર્પાે.ના ૭ ઝોનના ૪૮ વોર્ડમાં ઈજનેર ગાર્ડન, હેલ્થ, એસ્ટેટ વગેરે વિભાગ દ્વારા ૧૧ ઓક્ટોબરથી ૧૬ ડિસેમ્બર સુધી સતત ૬૦ દિવસ સ્વચ્છતા અંગેની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે.

મ્યુનિ. કોર્પાે. દ્વારા સફાઈ અભિયાનના કાર્યક્રમમાં પૂર્ણ થયેલ સપ્તાહ દરમ્યાન લીગસી વેસ્ટ રીમૂવલ નવ રેફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશનો ૧૦૦૦ ડોર ટુ ડોર વાહનોના પાર્કિંગ પ્લોટ, વોટર પમ્પીંગ સ્ટેશનો, ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનો, એસટીપીની સફાઈ અને શહેરના એન્ટ્રી પોઈન્ટોની ૫ કી.મી. વિસ્તારમાં સફાઈ ઝુંબેશ કરવામાં આવી હતી.

જેમાં ૧૨૫૦૭ નાગરિકો અને ૬૯૨૨ કામદારોએ ભાગ લીધો હતો. જે દરમ્યાન કુલ ૬૬૪૩૩ કલાક શ્રમદાન કવામાં આવ્યું હતું. અને ૬૨૧.૨૪ મેટ્રીકટન કચરાનું કલેક્શન કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. શહેરના અલગ અલગ લોકેશન પર કરવામાં આવેલ સફાઈ ઝુંબેશમાં મેયર પ્રતિભા જૈન, મ્યુનિ. કમિ. એમ. થેન્નરસન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણી, દંડક શીતલબેન ડાગા, અને હેલ્ત કોમ્યુનિટી ચેરમેન ભરતભાઈ પટેલે ભાગ લીધો હતો.

સફાઈ ઝુંબેશ અંતર્ગત ૧૭મી ઓક્ટોબરે શહેરના ધાર્મિક સ્થાનો એએમટીએસ અને બીઆરટીએસ બસસ્ટેશનો અને મેટ્રો સ્ટેશનની સફાઈ ઝુંબેશ કરવામાં આવી હતી. આ ઉપરાંત મહાપ્રભુજી બેઠક, સરદાર પટેલ પ્રતિમા, પાટડીયા હનુમાન મંદિરની સફાઈ અને અંબેમા મંદિરની સફાઈ પણ કરવામાં ાવી હતી. જે દરમ્યાન કુલ ૪૮.૬૮ મેટ્રીક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.