પરિણીતાની ફરિયાદ, સસરા લાફા મારતા, પતિ બચકાં ભરતો, સાસું ગીઝર બંધ કરી દેતી

અમદાવાદ, શહેરના ઘાટલોડિયામાં રહેતી એક યુવતીએ એક વર્ષ પહેલા જ લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા ત્યારથી જ સાસુ અવાર નવાર અલગ અલગ બાબતોમાં બોલાચાલી ઝગડો કરતી હતી. ત્યારે યુવતી કંઇ પણ જવાબ આપે તો તેનો પતિ તેને માર મારતો હતો અને બચકા ભરતો હતો.
ઉત્તરાયણના દિવસે સાસુએ પુત્રવધુને રસોઇ બનાવવાનું કહેતા તેણે સાસુ પાસે મદદ માંગી હતી. સાસુએ મદદ કરવાની મનાઇ કર્યા બાદ જ્યારે પુત્રવધુ સ્નાન કરવા ગઇ ત્યારે મોડુ થાય તે માટે ગિઝર બંધ કરી દીધુ હતું. પુત્રવધુને સ્નાન કરવામાં મોડુ થતાં પતિ અને સસરાએ ઝગડો કરીને લાફા મારીને ધક્કો મારીને ચોકડીમાં પાડી દીધી હતી. જેથી ઘાટલોડિયા પોલીસે યુવતીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય યુવતી એ વર્ષ ૨૦૨૨ માં લગ્ન કર્યા ત્યારથી જ સાસરિયા ઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. લગ્ન બાદ સાસુએ ફરિયાદ કરી હતી કે તેઓ જાન લઇને આવ્યા ત્યારે તારા પિયરવાળા ઓએ બદામ કે જ્યુસ આપ્યુ ન હતુ. જે બાબતે સાસુ વહુ વચ્ચે બોલાચાલી થતાં યુવતીને તેના પતિએ બે લાફા મારી દીધા હતા.
એક દિવસ યુવતી કામઅર્થે તેના દિયરનું એક્ટિવા લઇને ગઇ ત્યારે પરત આવતા તેના દિયરે ચાવીનું કિચન તુટેલુ હોવાની ફરિયાદ કરી હતી. સાસરિયાઓએ આ સામાન્ય બાબતે પણ ઝગડો કરીને યુવતીને તેના પતિ તથા સસરાએ ઝાપટો મારી હતી. યુવતીના પતિએ પાણીનો નળ ચાલુ કેમ નથી કર્યો તે બાબતે પણ બબાલ કરીને ગાળો બોલીને બચકા ભરીને તેના પિયર મૂકી ગયો હતો.SS1MS