Western Times News

Gujarati News

AMC: ઇજનેર વિભાગની બેદરકારીને કારણે વરસાદ સમયે જ ડ્રેનેજ પમ્પીગ સ્ટેશનો બંધ

પ્રતિકાત્મક

મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઘોડો દશેરાએ જ ન દોડ્યો

પૂર્વના ડ્રેનેજ પંપીંગ સ્ટેશનો યોગ્ય રીતે કાર્યરત ન હોવાને પગલે ઇજનેર વિભાગના અધિકારીઓનો કમીશનરે ઉધડો લઈ લીધો હતો. 

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને મળેલી વિકલી રીવ્યુ બેઠકમાં પૂર્વ વિસ્તારમાં સૌથી વધારે પાણી ભરાવવાને પગલે અધિકારીઓ પાસે ખુલાસો માંગવામાં આવ્યો હતો. પૂર્વના ડ્રેનેજ પંપીંગ સ્ટેશનો યોગ્ય રીતે કાર્યરત ન હોવાને પગલે ઇજનેર વિભાગના અધિકારીઓનો કમીશનરે ઉધડો લઈ લીધો હતો.

શહેરમાં આવેલા ઈઉજી આવાસ યોજનાના મકાનોમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોની સામે કાર્યવાહી કરવાની એસ્ટેટ વિભાગના અધિકારીઓને કડક સૂચના આપી છે છતાં પણ પણ યોગ્ય કાર્યવાહીથી તેઓ સંતોષ ન હોવાથી અધિકારીઓ સામે પગલાં લેવાની પણ તાકીદ કરી હતી.

શહેરમાં તાજેતરમાં થયેલ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા અને નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. છસ્ઝ્રના સ્ટોર્મ વોટર ડ્રેનેજ પંપીંગ સ્ટેશનો અને ડ્રેનેજ પંપીંગ સ્ટેશનો પૈકી મોટાભાગના પંપીંગ સ્ટેશનો બંધ હતા અને કેટલાંક પંપીંગ સ્ટેશનો પૂરેપૂરી ક્ષમતાથી કામગીરી કરતા ન હોવાનું ધ્યાન પર આવ્યું હતું.સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પંપીંગ સ્ટેશનો અને ડ્રેનેજ પંપીંગ સ્ટેશનો ચાલતા ન હોવા બાબતે પણ કેટલાંક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોએ પણ ફરિયાદો કરતાં આ બાબતને અત્યંત ગંભીર ગણીને મ્યુનિ. કમિશનર થેન્નારસને વિજિલન્સ તપાસ કરવાની તાકીદ કરી હતી.
શહેરના કેટલાક વિસ્તારમાં સફાઈ કામગીરી સંતોષકારક અને યોગ્ય રીતે થતી ન હોવા બદલ નારાજગી વ્યક્ત કરીને કમિશનરે અધિકારીને કહ્યું હતું કે સફાઈ કામગીરી માટે દરેક ઝોનમાં ડેપ્યુટી ડાયરેક્ટરો હોવા છતાં દરેક ઝોનમાં વ્યવસ્થિત સફાઈ થતી નથી. ઈઉજી યોજનાના મકાનોમાં ગેરકાયદે ભાડે રહેતા લોકો સામે કડક પગલાં લેવા એક અઠવાડિયાનું અલ્ટીમેટમ આપીને આ મામલે અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની તેમણે તાકીદ કરી હતી. એસ્ટેટ વિભાગ ઘ્વારા આ અંગે ઝડપી કાર્યવાહી કરવામાં નહિ આવે તો ઝોનના ડે. કમિશનર કાર્યવાહી કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.