AMTS નું કુલ ૪૯૮.૨૦ કરોડનું મંજુર કરાયેલુ બજેટ
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એએમટીએસનું વર્ષ ૨૦૨૦-૨૧નું બજેટ રેવન્યુ ખર્ચ રૂ.૪૮૫.૩૮ કરોડ અને કેપીટલ ખર્ચ રૂ. ૧૨.૮૨ કરોડ મળીને કુલ રૂ.૪૯૮.૨૦ કરોડનું બજેટ આજે એએમટીએસ કમીટીની બેઠકમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. ટ્રાન્સપોર્ટ મેનેજરે મૂકેલા રૂ.૪૯૮.૨૦ કરોડના બજેટમાં ટ્રાન્સપોર્ટ કમીટીએ કોઇ સુધારો વધારો સૂચવ્યો ન હતો, અલબત્ત, વહીવટી સુધારણાની મહત્વની ભલામણો કરાઇ છે. સાથે સાથે ફરી એકવા એએમટીએસમાં ટ્રાન્સપોર્ટ મેનેજરની વર્ષોથી ખાલી પડેલી જગ્યા પર તાત્કાલિક નિમણૂંક માટે બજેટમાં ભાર મૂકવામાં આવ્યો હતો. આમ, આજે એએમટીસનું કુલ રૂ.૪૯૮.૨૦ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યુ હતું. જેથી કરોડનું મંજૂર થયું હતું.
એએમટીએસના બજેટ અંગે એએમટીએસના ચેરમેન અતુલ ભાવસારે જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં અમદાવાદ શહેરમાં એએમટીએસની કુલ ૮૦૦ બસો અને બીઆરટીએસની પણ ૮૫૦ બસો મળી કુલ ૧૬૫૦ જેટલી બસો દોડતી કરવાનું આયોજન છે, જેને લઇ શહેરીજનોને સારી અને અસરકારક બસ સેવા પ્રાપ્ય બનશે.
ખાસ કરીને નાગરિકોને બસોની ફ્રિકવન્સી અને ઉપલબ્ધતા સરળ બનશે. એએમટીએસના ચેરમેન અતુલ ભાવસારે વધુમાં જણાવ્યું હતું કે, હાલ એએમટીએસ અને બીઆરટીએસ બંને સંસ્થાઓની મળી કુલ ૯૫૦થી વધુ બસો શહેરમાં ઓપરેશનમાં છે, જો કે, આવનારા વર્ષમાં એએમટીએસ બસની કુલ ૮૦૦ અને બીઆરટીએસની કુલ ૮૫૦ બસો મળી કુલ ૧૬૫૦ બસો ઓપરેશનમાં મૂકવામાં આવશે. આમ, આગામી વર્ષોમાં બસોની સંખ્યામાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થવાનો છે.
નોંધનીય વાત એ છે કે, ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજૂ કરાયેલા કુલ ૮૦૦ બસોના બજેટમાં ૭૦૦ બસો પ્રાઇવેટ ઓપરેટરો દ્વારા ગ્રોસ કોસ્ટથી પૂરી પાડવામાં આવશે. તેમણે એ મુદ્દે ભાર મૂકતાં જણાવ્યું કે, એએમટીએસમાં ટ્રાન્સપોર્ટ મેનેજરની સ્ટેચ્યુટરી પોસ્ટ છેલ્લા ઘણા સમયથી ખાલી છે, મ્યુનિસિપલ કમિશનર વર્ષોથી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ટ્રાન્પોર્ટ મેનેજર તરીકેની વધારાની જવાબદારી સોંપી કામ ચલાવી રહ્યા છે .