આંગડિયા પેઢીના મેનેજરને હથિયાર બતાવી ૧૯ લાખની લૂંટ
બે ઈસમોએ હથિયાર બતાવી લૂંટ ચલાવી
આંગડિયા પેઢીના પૈસા ભરેલી બેગ લઈને ઘરે જવા માટે એપાર્ટમેન્ટની સીડી ચઢી રહ્યા હતા, ત્યારે જ લૂંટ ચલાવી
રાજકોટ,રાજકોટના સોની બજારમાં આવેલી આંગડિયા પેઢીના મેનેજર પાસેથી ૧૯ લાખ રૂપિયાની સનસનીખેજ લૂંટ ચલાવી બે લૂંટારા ફરાર થઈ ગયા છે. આંગડિયા પેઢીના મેનેજર જ્યારે પૈસા ભરેલો થેલો લઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે તેમના એપાર્ટમેન્ટમાં જ લૂંટારુંઓ દ્વારા હથિયાર બતાવી તેમની પાસેથી ૧૯ લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને નાકાબંધી કરીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કેશવકુંજ એપાર્ટમેન્ટમાં રહેતાં રજનીભાઈ પંડ્યા, પી. મગનલાલ આંગડિયા પેઢીમાં કામ કરે છે અને સાથે મેનેજર પણ છે.
આજે સાંજે લગભગ પોણા આઠ વાગ્યાની આસપાસ જ્યારે તેઓ પોતા ના ઘરે પરત આવતા હતા, અને કેશવકુંજ એપાર્ટમેન્ટમાં પોતાના ઘર તરફ સીડી ચઢતા હતા, ત્યારે બે ઈસમોએ તેમને હથિયાર બતાવી તેમની પાસે જે ૧૯ લાખ ૫૬ હજાર રૂપિયા હતા, તે રૂપિયા ઝૂંટવી લીધા હતા. અત્યારે સ્થાનિક પોલીસ અને ડીસ્ટાફ, ડીસીબી સહિતની ટીમ ગુનાની તપાસમાં લાગી ગઈ છે.
રજનીકાંત પંડ્યા રામનાથ પરાના કેશવકુંજ એપાર્ટમેન્ટના ચોથા માળે રહે છે. અને સોની બજારમાં આવેલી પી. મગનલાલ એન્ડ સન્સ આંગડિયા પેઢીમાં મેનેજર તરીકે કામ કરે છે. આજે તેઓ સાંજના સમયે આંગડિયા પેઢીના પૈસા ભરેલી બેગ લઈને ઘરે જવા માટે એપાર્ટમેન્ટની સીડી ચઢી રહ્યા હતા, ત્યારે જ લૂંટારાઓ તેમની પાસેથી બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા.
કેશવકુંજ એપાર્ટમેન્ટમાં આંગડિયા પેઢીના માલિક સાથે લૂંટની ઘટના સામે આવતાં જ એ ડિવિઝન પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને ડીસીપી કક્ષાના અધિકારીઓ સહિતનો પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કરી દીધું હતું.
સાથે જ આંગડિયા પેઢીના માલિકની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત લૂંટારુંઓને ઝડપથી પકડી પાડવા માટે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને નાકાબંધી પણ કરી દેવામાં આવી છે.ss1