આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવતાં બાયડના પ્રાથમિક શિક્ષક દંપતિ
(પ્રતિનિધિ) બાયડ, બાલરક્ષક પ્રતિષ્ઠાન મહારાષ્ટ્ર દ્વારા ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ કોન્ફરન્સમાં સમાજસેવી અને વિશિષ્ટ શિક્ષક સન્માન કાર્યક્રમ કચ્છ ભુજ ખાતે યોજાયો. જેમાં અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની અંતરીયાળ વિસ્તારમાં આવેલી પાલડી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા અને શિક્ષણની સાથે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં સંસ્કાર નું સિંચન કરનાર તથા જાયન્ટ્સ ગ્રુપ જેવી સેવાકિય સંસ્થામાં સક્રિય રહીને નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરનાર મુખ્ય શિક્ષક ધર્મેશ એન સોનીને “આંતરરાષ્ટ્રીય વિશિષ્ટ શિક્ષક પુરસ્કાર એવોર્ડ” અને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
તથા બાયડ તાલુકાની ચોઇલા પ્રાથમિક શાળા નં ૩ માં ઉ શિ તરીકે ફરજ બજાવતા ભારતીબેન ધર્મેશકુમાર સોની પણ શિક્ષણ ની સાથે જાયન્ટ્સ ગ્રુપ જેવી સેવાકિય સંસ્થામાં સક્રિય રહીને સમાજસેવાનું કામ કરતાં “આંતરરાષ્ટ્રીય સમાજસેવી એવોર્ડ” અને “સન્માનપત્ર” એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે કચ્છ ભુજ ના મહારાણી શ્રીઆરતી કુમારી જાડેજા, ભુજ ના પ્રથમ કુલપતિ શ્રી કાંતિભાઇ ગોર, કચ્છ જિલ્લા ડાયટના પ્રચાર્યશ્રી સંજયભાઈ ઠાકર ,શ્રી પ્રદીપ્તા નંદજી,પદ્મશ્રી નારાયણ જાેશી, પેરિસના નિવૃત્ત શિક્ષક ક્રિસ્ટોફર,ફ્રાન્સથી સારા ઐદા તેમજ ટોરિયા, બાલરક્ષક પ્રતિષ્ઠાન મહારાષ્ટ્ર ના કાર્યાધ્યક્ષ મનોજ ચિંચોરે, સચિવ નરેશ વાઘ, ચેતના જાેશી ઉપસ્થિત રહ્યા હતા.